• શનિવાર, 12 જુલાઈ, 2025

રાજકોટમાં તબીબનો દવાનો ઓવરડોઝ લઈ આપઘાત

મૃતક તબીબને મુંબઈ રીસામણે રહેતી પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલતો’તો: માતા-પિતા જાત્રાએ ગયા’તા

રાજકોટ, તા.ર3 : રાજકોટમાં કાલાવડ રોડ પરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક રહેતા અને ખાનગી હોસ્પિટલમાં એનેસ્થેટિક તબીબ તરીકે ફરજ બજાવતા તબીબએ તેનાં ઘેર દવાનો ઓવરડોઝ લઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.  

આ અંગેની વિગત એવી છે કે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સુર્વણભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.જય માધવજીભાઈ પટેલ નામના તબીબ યુવાને તેનાં ઘેર દવાનો ઓવર ડોઝ લઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક ડો. જય પટેલનાં માતા-પિતા જાત્રાએ ગયાં છે. મૃતક ડો.જય બે બહેનનો એકનો એક ભાઈ હતો અને મૃતક ડો.જયના પ્રથમ લગ્ન તબીબ યુવતી સાથે થયા હતા અને બાદમાં છૂટાછેડા થઈ જતાં મુંબઈની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને છ માસ બાદ બીજી પત્ની પણ રિસામણે ચાલી ગઈ હતી અને છૂટાછેડાનો કેસ કરવામાં આવ્યો હતો. ગઈકાલે ડો.જય પટેલ (જુઓ પાનું 10)

હોસ્પિટલેથી પરત ઘેર આવ્યા બાદ આજે હોસ્પિટલે નહીં જતાં હોસ્પિટલના સ્ટાફે ફોન કર્યા હતા પરંતુ ફોન રિસિવ નહીં થતાં હોસ્પિટલનો કર્મચારી ડો.જયનાં ઘેર આવતાં આ પગલું ભરી લીધાનું ખૂલ્યું હતું. આ બનાવ અંગેની જાણ કરવામાં આવતા પૂના રહેતા બનેવી અશોકભાઈ અને બહેન સહિતનો પરિવાર તેમજ જાત્રામાં ગયેલાં માતા-પિતા રાજકોટ આવવા રવાના થયાં હતાં અને બાદમાં ચોક્કસ કારણ જાણવા મળશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યંy છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક