અફઘાન ટીમે T-20 વર્લ્ડ કપમાં કિવિઝ સામે સૌથી મોટો સ્કોર કર્યોં છતાં હાર સહન કરી
અફઘાનિસ્તાન:
20 ઓવર 6/182
ન્યુઝીલેન્ડ:
17.5 ઓવર 5/183
ચેન્નાઇ
તા.8: ટી-20 વિશ્વ કપના ચોથા મેચમાં અફઘાનિસ્તાન વિરૂધ્ધ ન્યુઝીલેન્ડનો પ વિકેટે સંગીન
વિજય થયો હતો. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટે 182 રનનો પડકારરૂપ
સ્કોર બનાવ્યો હતો. આ સાથે જ અફઘાન ટીમે 19 વર્ષ જૂનો એક રેકોર્ડ તોડયો હતો. અફઘાનિસ્તાને
ટી-20 વર્લ્ડ કપમાં કિવિઝ સામે સર્વાધિક રનનો રેકોર્ડ કર્યોં હતો. અગાઉ 2007ના ટી-20
વર્લ્ડ કપમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 9/180 રનનો સ્કોર બનાવ્યો હતો. આજના મેચમાં કિવિઝ
ટીમે 183 રનનો વિજય લક્ષ્યાંક 17.પ ઓવરમાં પ વિકેટ ગુમાવીને 13 દડા બાકી રાખી હાંસલ
કરી લીધો હતો. 6પ રન કરનાર કિવિઝ ઓપનર ટિમ સિફર્ટ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
કિવિઝની
શરૂઆત ખરાબ રહી હતી અને 14 રનના સ્કોર પર ઉપરાઉપરી બે વિકેટ ગુમાવી દીધી હતી. ફિન એલન
1 રને આઉટ થયો હતો. જયારે રચિન રવીન્દ્ર ગોલ્ડન
ડક થયો હતો. તેમના શિકાર સ્પિનર મુજીબ ઉર રહેમાને કર્યાં હતા. આ પછી ટિમ સિફર્ટ અને
ગ્લેન ફિલિપ્સ વચ્ચે ત્રીજી વિકેટમાં 47 દડામાં 74 રનની ભાગીદારી થઇ હતી. સિફર્ટના
42 દડામાં 7 ચોક્કા-3 છક્કાથી 6પ અને ફિલિપ્સના 2પ દડામાં 7 ચોક્કા-1 છક્કાથી 42 રન
થયા હતા. જયારે માર્ક ચેપમેન, ડેરિલ મિચેલે અનુક્રમે 28 અને અણનમ 2પ રનનું ઝડપી યોગદાન
આપ્યું હતું. કેપ્ટન મિચેલ સેંટનર 17 રને નોટઆઉટ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી મુજીબને
2 અને કપ્તાન રશિદને 1 વિકેટ મળી હતી.
અગાઉ
અફઘાનિસ્તાન તરફથી ગુલબદીન નઇબે સૌથી વધુ 63 રન 3પ દડામાં 3 ચોક્કા-4 છક્કાની મદદથી
કર્યાં હતા. આ સિવાય રહમતુલ્લાહ ગુરબાજે 27, સેદિકુલ્લાહ અટલે 29 અને ડરવિશ રસૂલીએ
20 રન કર્યાં હતા. આથી 6 વિકેટે 182 રન થયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી લોકી ફરગ્યૂસને
2 વિકેટ લીધી હતી.