• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

તળાજામાં માર્કેટ યાર્ડ પાસે સીસીઆઈના બે કર્મચારી ઉપર કુહાડી-છરી વડે હુમલો બંને ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે ભાવનગર ખસેડાયા : હુમલાનું કારણ અકબંધ

તળાજા,તા.8: તળાજા માર્કેટ યાર્ડ પાસે કપાસની ખરીદીનું કામ કરતા કેન્દ્ર સરકારના સીસીઆઈના બે કર્મચારી ઉપર શખ્સે કુહાડી અને છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે હુમલાખોર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં કપાસની ખરીદી માટે સીસીઆઈ દ્વારા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ સંસ્થા જીનીંગ ફેકટરી સાથે સંકલન કરી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરે છે. તળાજામાં સીસીઆઈમાં ફરજ બજાવતા રાજસ્થાનના રાહુલ ચીનકાર અને સુમિત કટિયાર નામના બંને યુવાનો ગત રાત્રે તળાજા યાર્ડ બહાર હોટલ નજીક ઉભા હતા ત્યારે અજાણ્યો શખ્સ હાથમાં કુહાડી લઈને ઘસી આવ્યો હતો અને રાહુલ ચીનકાર ઉપર હુમલો કરતા સુમિતે કુહાડી પકડી લેતા આ શખ્સે પોતાના કબજામાથી છરી કાઢી બંને કર્મચારી ઉપર હુમલો કરી બે-બે ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ઘવાયેલા બંને ઇજાગ્રસ્તને સારવા માટે પ્રથમ તળાજા બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. હોટલ ચલાવનાર છોડાવવા જતા તે યુવાનને પણ હાથના ભાગે ઇજા થઈ હતી. હુમલો કરનાર માખણીયા ગામનો કાનો નામનો શખ્સ હોવાનું જાણવા મળ્યું છે. છે. હુમલો શા માટે કર્યો તે કારણ જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસે હુમલો કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક