• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

‘ધુરંધર’ રણવીરસિંહને વોટ્સએપ પર ધમકી, કરોડોની ખંડણી પણ મગાઈ

અજાણ્યા શખ્સને શોધવા તપાસ શરૂ : અભિનેતાની સુરક્ષા વધારાઈ

મુંબઈ, તા. 10 : અભિનેતા રણવીરાસિંહ હાલમાં તેની આગામી માસમાં રજૂ થનારી ફિલ્મ ‘ધુરંધર’ની સિક્વલ માટે પ્રચારની તૈયારીઓ કરી રહ્યો છે. આ દરમિયાન, તેને એક વોઇસ નોટ દ્વારા ધમકી આપવામાં આવી છે, જેમાં કરોડો રૂપિયાની માગણી કરાઈ હોવાનો દાવો પણ કરાયો છે.

એક મીડિયા હેવાલ મુજબ, મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે,  રણવીર સિંહને વોટ્સએપ પર ધમકીભરેલી વોઇસ નોટ મળી છે, જેમાં કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસે અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે અને ધમકી આપનાર વ્યક્તિની શોધ કરી રહી છે. બીજી તરફ, રણવીર અને દીપિકા જ્યાં રહે છે તે મુંબઈ સોસાયટીના રહેવાસીઓએ મોટી સંખ્યામાં સશસ્ત્ર જવાનો તૈનાત હોવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે, હજુ ગત 31 જાન્યુઆરીની મોડી રાત્રે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરે થયેલા ગોળીબારની ઘટના બાદ રણવીરસિંહને ધમકી મળતાં બોલીવૂડમાં ચિંતા ફેલાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે : ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો February 11, Wed, 2026