• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

રામમંદિર ઉપર હુમલાનાં કારસામાં સંડોવાયેલા આતંકીની જેલમાં હત્યા

- ગુજરાત એટીએસે ઝડપેલા અબ્દુલ રહેમાનની હરિયાણાની જેલમાં સાથી કેદીએ હત્યા કર્યાનો આરોપ

 

નવી દિલ્હી, તા.9ઃ હરિયાણાની ફરીદાબાદ જેલમાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાનાં કારસામાં સંડોવાયેલા એક આતંકવાદીની હત્યા થઈ ગઈ છે. નીમકા જેલમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને અબ્દુલ રહેમાનની હત્યા કરવામાં આવી છે. મધરાતે લગભગ બે વાગ્યાનાં સુમારે સાથી કેદી અરુણ ચૌધરીએ હુમલો કરીને રહેમાનની હત્યા કરી હોવાનો આરોપ છે.

અબ્દુલ રહેમાન જમ્મુ-કાશ્મીરનાં કઠુઆનો રહેવાસી છે અને અરુણ ચૌધરી પણ આતંકી ગતિવિધિમાં સંડોવણીનાં આરોપમાં જ પકડાયેલો હતો. તેને ઓક્ટોબર 2024માં નીમકા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્Îો હતો.

અબ્દુલ રહેમાન રામમંદિર ઉપર હુમલો કરવાનાં કાવતરામાં સામેલ હતો. તેને 2 માર્ચ 2025નાં રોજ ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં ઝડપી લેવામાં આવેલો. ધરપકડ બાદથી તે ફરીદાબાદની નીમકા જેલમાં કેદ હતો. તેની હત્યાથી જેલમાં સુરક્ષા બંદોબસ્ત સામે પણ સવાલો ઉઠÎા છે. આ હત્યાનાં કારણોની હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી પણ જેલ પ્રશાસન તરફથી આની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ હત્યાનું કારણ આતંકવાદી પ્રવૃત્તિ જ હતી કે પછી કોઈ અંગત દુશ્મનાવટમાં તેની હત્યા થઈ છે તેની પણ તપાસ ચાલી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026