• મંગળવાર, 08 એપ્રિલ, 2025

ખંભાળિયાના ચાર મિત્રની કારને રાજસ્થાનમાં અકસ્માત, બે યુવકના મૃત્યુથી અરેરાટી

ચારેય મિત્ર દર્શનાથે ગયા હતા, જાલોર પાસે પિકઅપ વાન સાથે કાર અથડાઈ : રર-23 વર્ષના બે યુવાનના મૃત્યુથી ગમગીની       

જામ ખંભાળિયા, તા. 6: ખંભાળિયા ચારણ ગઢવી સમાજના ચાર ગઢવી યુવાન મિત્રો આઈ ટવેન્ટી કાર લઈને પરમ દિવસે રાજસ્થાન ગયા હતા અને ગઈકાલે રાજસ્થાનના જાલોર પહોંચ્યા હતા ત્યારે તેમની આઈ ટવેન્ટી કાર અને બોલેરો પિકઅપ વાહન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈ ટવેન્ટી કારમાં સવાર બે ગઢવી યુવાનના મૃત્યુ થયા હતા જ્યારે અન્ય બે યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી. આ બનાવને લઈને ગઢવી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

  ખંભાળિયા જોધપુર ગેઇટ વિસ્તાર નજીક આવેલ ટેલિફોન એક્સચેન્જની નજીક રહેતા નવલ મેઘાભાઈ ધારાણી ઉવ, દીપક હભુભાઈ ભોજાણી, મયુર વેજાણદ ભોજાણી અને આનંદ ભોજાભાઈ સાખરા એમ ચારેય મિત્રો આઈ ટવેન્ટી કાર લઈને પરમ દિવસે રાજસ્થાન દર્શનાર્થે ગયા હતા. જેઓ ગઈકાલે બપોરના સુમારે રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીમમાલ તાલુકા વિસ્તારમાં પહોંચતા બોલેરો પિકઅપ વાહન સાથે ભયંકર અકસ્માત સર્જાયો હતો.  જેમાં નવલ ધારાણી ઉવ 22 અને દીપક ભોજાણી ઉવ 23 આશરે ને ગંભીર ઇજાઓ થતા તેમના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે કારમાં સાથે

સવાર બન્ને યુવકોને સામાન્ય ઇજાઓ થઈ હતી.

 બનાવને પગલે ખંભાળિયા સહિત  બારાડી પંથકમાં બારાડી ચારણ સમાજમા ભારે અરેરાટી વ્યાપી ગઈ  હતી. જુવાનજોધ પુત્રના મૃત્યુથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડયો છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક