• ગુરુવાર, 14 મે, 2026

રોહિતની ફિટનેસ પર કોચ જયવર્ધનેની ગોળગોળ વાતો

મુંબઇ, તા.6: મુંબઇ ઇન્ડિયન્સના હેડ કોચ માહેલા જયવર્ધનેએ સ્ટાર બેટર રોહિત શર્માની ફિટનેસ વિશે જાણકારી આપી છે. ઘૂંટણની ઇજાને લીધે રોહિત લખનઉ સુપર જાયન્ટસ સામેનો મેચ રમી શક્યો ન હતો. આ મેચમાં મુંબઇની 12 રને હાર થઇ હતી. લખનઉના ઇકાના સ્ટેડિયમ ખાતે ટોસ વખતે એમઆઇ કેપ્ટન હાર્દિક પંડયાએ માહિતી આપી હતી કે રોહિતના ઘૂંટણમાં તકલીફ આજે સવારે પ્રેક્ટિસ વખતે ખબર પડી હતી. આથી તેને વિશ્રામ અપાયો છે.

હવે આજે આરસીબી સામેના મેચ પૂર્વે કોચ જયવર્ધનેએ રોહિતની ફિટનેસ વિશે જણાવ્યું કે અમે તેની ઇજા પર નજર રાખી રહ્યા છીએ. અમને પોઝિટિવ અપડેટની આશા છે. જો તે મેચ અગાઉ ફિટ હશે તો મેદાનમાં ઉતરશે. રોહિત ઇમ્પેકટ પ્લેયર તરીકે રમી શકે તેમ છે કે નહીં ? તેવા સવાલ પર કોચે કહ્યંy ઇમ્પેકટ અને રેગ્યૂલર પ્લેયર વચ્ચે બહુ અંતર હોતું નથી. ફિટનેસ મહત્ત્વની છે. અમે કોઇ જોખમ ઇચ્છતા નથી. રોહિતને ફિટ થવા પૂરતો સમય મળશે.

કોચ માહેલા જયવર્ધનીની વાત પરથી એવા સંકેત મળે છે કે આરસીબી સામેના મેચમાં રોહિત શર્માનું રમવું શંકાપસ્દ છે.

ઇ-પેપરના નવા શુલ્ક