મુંબઇ
ઇન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમ પર દબદબો બનાવવા ઉતરશે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિજયક્રમ
પર વાપસીની કોશિશ કરશે
મુંબઇ,
તા.6: પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલના સોમવારના મેચમાં પરંપરાગત
હરીફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ ટકરાશે ત્યારે સિતારા ખેલાડીઓથી સજ્જ આ બે
ટીમનો મુકાબલો રોમાંચક બની રહેશે. મુંબઇ ઇન્ડિયન્સ ટીમ આ મેચમાં તેના અભિયાનને પુન:જીવત
કરવાની હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર કોશિશ કરશે. વર્તમાન સીઝનમાં મુંબઇને ચાર
મેચમાં ફકત એક જીત નસીબ થઇ છે. એમઆઇના નિસ્તેજ દેખાવ પછી ટીમના સંતુલન અને નેતૃત્વ
પર સવાલ ઉઠી રહ્યા છે. ટીમનો કપ્તાન હાર્દિક પંડયા પાછલા મેચમાં લખનઉ સામે ઓલરાઉન્ડ
દેખાવ કરવામાં સફળ રહ્યો હતો પણ પોતાની ટીમને જીત અપાવી શકયો ન હતો. મુંબઇ માટે સૌથી
રાહત મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહની વાપસી છે. તે ટીમ સાથે જોડાયો હોવાના રિપોર્ટ
છે. બીજી તરફ આરસીબી સળંગ બે જીત પછી પોતાના પાછલા મેચમાં ગુજરાત સામે હારી હતી. તેની
નજર વિજય ક્રમ પર વાપસી પર હતી.
આ મેચમાં ટીમ ઇન્ડિયાના બે જૂનાજોગી વિરાટ કોહલી
અને રોહિત શર્મા પણ આમને-સામને હશે. કેરિરયના અંતિમ ચરણમાં રમી રહેલ આ બન્ને ખેલાડી
વાનખેડે સ્ટેડિયમમાં પોતાની ટીમ તરફથી મેચ વિનિંગ ઇનિંગ રમવા માગશે. અનફિટ હોવાથી રોહિત
મુંબઇના પાછલા મેચમાં હિસ્સો બની શકયો ન હતો. તે ત્રણ મેચમાં ઇમ્પેકટ પ્લેયર તરીકે
બેટિંગમાં આવ્યો અને નિષ્ફળ રહ્યો છે. બીજી તરફ વિરાટ કોહલી સારા ફોર્મમાં છે. વાનખેડે
સ્ટેડિયમમાં તેનો આઇપીએલ રેકોર્ડ સારો છે. અહીં તેણે 18 મેચ રમ્યા છે. જેમાં 44.1પની
સરેરાશથી પ74 રન બનાવ્યા છે.
મુંબઇ
તરફથી સૂર્યકુમારે 4 મેચમાં 171 રન કર્યાં છે. આરસીબી સામે તેની 360 ડિગ્રી બેટિંગ
એક્સ ફેક્ટર બની રહેશે. વાનખેડે સ્ટેડિયમ પર આરસીબી સામે 11 મેચમાંથી મુંબઇનો 8 મેચમાં
વિજય થયો છે. જો કે આ વખતે બન્ને ટીમની સ્થિતિ જોતા મુંબઇ પર આરસીબી ભારે પડી શકે છે.
વાનખેડે પીચ કડક અને સપાટ હશે તેવું માનવામાં આવે છે. આથી બન્ને ટીમ લક્ષ્યનો પીછો
કરવાનું પસંદ કરશે. આથી ટોસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે. વાનખેડે સ્ટેડિયમ પર
119 ટી-20 મેચમાં લક્ષ્યનો પીછો કરનાર ટીમને 6પ મેચમાં જીત મળી છે. સોમવારનો મેચ રોચક બની રહેશે. એમઆઇ હોમ ગ્રાઉન્ડ
પર દબદબો બનાવવા ઉતરશે તો આરસીબી હાલના ફોર્મના આધારે જીત માટે મેદાને પડશે.