પોલીસે સસરા, સાસુ, પત્ની અને
સાળાની ધરપકડ કરી
બોટાદ, તા.6 : બોટાદના ભગવાન
પરા વિસ્તારમાં યુવકની હત્યા પ્રકરણમાં પોલીસે તેના સસરા, સાસુ, પત્ની અને સાળાની ધરપકડ
કરી છે.
આ બનાવની વિગતો મુજબ બોટાદના
રાગળી શેરીમાં રહેતા કિશોરભાઈ ઉર્ફ ગડો વિનુભાઈ જતાપરાની પત્ની છેલ્લા દોઢ મહિનાથી
પિયર રહેતી હતી. કિશોરભાઈ તેમની દીકરીને મળવા સાસરી જતા હતા. જે બાબત તેમના સાસરિયાઓને
પસંદ ન હોવાથી તા.4 એપ્રિલના રોજ સાંજના સમયે ભગવાનપરા વિસ્તારમા કિશોરભાઈના સાસરિયા
પક્ષે કિશોરભાઈને છરીના ઘા મારી હત્યા કરાઈ હતી
આ બનાવ અંગે કિશોરભાઈના બહેન આરતીબેને કિશોરભાઈના સસરા, સાસુ, પત્ની અને સાળા
વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવ્યો હતો ત્યારબાદ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો
ગતીમાન કર્યા હતા અને ગણતરીની કલાકમાં આરોપી સસરા ધર્મેન્દ્ર હર્ષદ વાળા, સાસુ ખુશીબેન
ધર્મેન્દ્ર વાળા, પત્ની ઉર્વશીબેન કિશોર જતાપરા અને સાળો હાર્દિક ધર્મેન્દ્ર વાળાની
ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.