મોરબી, તા.પ: માળિયા મિયાણા નેશનલ
હાઈવે પર ઓનેસ્ટ હોટેલ નજીકથી પોલીસે કારમાંથી રૂ.2.69 લાખના વિદેશી દારૂનો જથ્થો સાથે
બે શખસને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. માળીયા મિયાણા પોલીસે બાતમીના આધારે નેશનલ
હાઈવે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ તરફથી આવતી કાર નં.જીજે-39સીએચ-પ430માંથી ભારતીય
બનાવટનો ઈંગ્લીશ દારૂ ડેનીમ 30 ઓરેંજ વોડકા બ્રાન્ડની બોટલ નંગ 4ર0 જેની કિ. રૂ. ર,69,રર0/-
સાથે મહેશભાઈ દેવાભાઈ ખીટ (ઉં.30) અને બચુભાઈ ઉર્ફે હમીરભાઈ ગાંડાભાઈ ખીટ (ઉં.30)ને
પકડી લીધા છે. આ ઉપરાંત દારૂનો જથ્થો આપનાર દેવા નામના શખસનું નામ ખુલતા તેની સામે
ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.