• ગુરુવાર, 14 મે, 2026

ધોનીએ ફરી એકવાર નિવૃત્તિ નકારી

ચેન્નાઇ તા.6: ચેન્નાઇ સુપર કિંગ્સના પૂર્વ કપ્તાન એમએસ ધોનીએ પોતાની નિવૃત્તિ પર ચાલી રહેલ અફવાઓ પર કહ્યંy છે કે તે વર્તમાન આઇપીએલ સીઝનમાં સંન્યાસ લઇ રહ્યો નથી. દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના માતા-પિતા શનિવારના મેચમાં ચેપોક પર હાજર રહ્યા હતા. આથી ચાહકો એવું માનવા લાગ્યા હતા કે ચેપોક મેદાન પર ધોનીનો આ આખરી મેચ હશે. ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી જીવા પણ હાજર હતા.

હવે આ મામલે આજે ધોનીએ સ્પષ્ટતા કરી છે કે ના, હમણા તો નહીં (નિવૃત્તિ), હજુ તો હું આઇપીએલ રમી રહ્યો છું. હું 43નો છું. આઇપીએલ ખતમ થશે ત્યારે 44નો. આગામી સીઝનમાં રમવું કે નહીં તે માટે મારી પાસે નિર્ણય લેવા માટે 10 મહિનાનો સમય હશે. આ બધું મારૂ શરીર નકકી કરશે. એક વર્ષ પછી તે કામ કરે છે કે નહીં.

અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ધોનીએ ગઇકાલે દિલ્હી કેપિટલ્સ સામેના મેચમાં 26 દડામાં 30 રનની સુસ્ત ઇનિંગ રમી હતી. તેનો પ્રયાસ કયારે પણ સીએસકેની જીત માટે રહ્યો ન હતો. આખરી ચારેક ઓવરમાં ધોની પોતાની વિકેટ બચાવીને રમતો જોવા મળ્યો હતો. બાદમાં ધોનીની આકરી ટીકા થઇ રહી છે અને પૂર્વ ખેલાડીઓ સંન્યાસની સલાહ આપી રહ્યા છે. જો કે ધોનીએ હવે ખુદે નિવૃત્તિ નકારી છે. ધોનીના પૂર્વ સાથીદાર ખેલાડી મનીષ તીવારીએ કહ્યું છે કે, ધોની માટે હવે સન્માન સાથે નિવૃત્તિનો સમય આવી ગયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક