રામેશ્વરમમાં
હાઈટેક પંબન બ્રિજનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન, મંદિરમાં પૂજા-અર્ચના
તમિલનાડુને
8300 કરોડના વિકાસ કાર્યોની ભેટ
ચારે
દિશામાં વિકાસ કાર્યોને વેગ, 10 વર્ષમાં અર્થતંત્ર બમણું થયું: મોદી
ચેન્નાઈ/રામેશ્વરમ,
તા.ર6 : થાઈલેન્ડ અને શ્રીલંકાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી રવિવારે તમિલનાડુ
પહોંચ્યા હતા અને અહીં રામેશ્વરમ ખાતે હાઈટેક
નવા પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ હતું ત્યારબાદ તેઓ રામનાથસ્વામી મંદિર ગયા અને પૂજા-અર્ચના
કરી હતી.
આ પહેલા
તેમણે પુલ ઉપરથી એક જહાજ અને એક ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. તેમણે પુલનું માળખુ જોયું
અને અધિકારીઓ પાસે માહિતી મેળવી હતી. બ્રિજના ઉદઘાટન સાથે વડાપ્રધાન મોદીએ રામેશ્વરમમાં
તમિલનાડુ માટે કુલ 8300 કરોડની વિવિધ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યુ હતું. દરમિયાન જનસભાને
સંબોધતા કહયુ કે આજે રામનવમીનું પાવન પર્વ છે. થોડા સમય પહેલા અયોધ્યામાં ભવ્ય રામ
મંદિરમાં રામલલ્લાનું સૂર્ય કિરણોથી ભવ્ય તિલક કરાયું છે. ભગવાન શ્રીરામનું જીવન, તેમના
રાજયથી મળતી સુશાસનની પ્રેરણા રાષ્ટ્ર નિર્માણનો આધાર છે. આ બ્રિજથી રોજગારની નવી તકોનું
સર્જન થશે. પંબન બ્રિજ ટેકનિક અને વિરાસતનું નવુ સંગમ છે. સમુદ્ર ઉપર બનેલો આ બ્રિજ
ભૂતકાળ અને ભવિષ્યને જોડે છે. છેલ્લા 10 વર્ષમાં દેશનું અર્થતંત્ર બમણું થયું છે.
વધુમાં
કહ્યંy કે હજારો વર્ષ જૂના શહેરને ર1મી સદીના એન્જિનિયરિંગ ચમત્કાર સાથે જોડવામાં આવી રહ્યું છે. હું મારા એન્જિનિયરો અને
શ્રમિકોને તેમની સખત મહેનત માટે ધન્યવાદ આપું છું. આજે દેશમાં મેગા પ્રોજેક્ટ પર ખુબ
ઝડપથી કામ થઈ રહયું છે. નોર્થમાં જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઉંચો ચિનાબ બ્રિજ
બન્યો છે. વેસ્ટમાં મુંબઈમાં સૌથી લાંબો સી બ્રિજ અટલ સેતુ બન્યો છે. ઈર્સ્ટમાં બોગીબીલ
બ્રિજના દર્શન થશે. સાઉથમાં પંબન બ્રિજનું કામ પૂર્ણ થયુ છે. વિકસિત ભારતની સફરમાં
તમિલનાડુની મહત્ત્વની ભૂમિકા છે. તમિલનાડુનું સામર્થ્ય જેટલું વધશે ભારતનો વિકાસ તેટલો
ઝડપી હશે. તમિલનાડુના વિકાસ માટે ર014ની તુલનાએ 3 ગણા વધુ નાણાં કેન્દ્ર સરકાર તરફથી
આપવામાં આવ્યા છે.