ચર્ચાસ્પદ જમીન કેસમાં જામીન હુકમ રદ કરતી કોર્ટ : ગોંડલ કોર્ટમાં સરન્ડર કર્યું
રાજકોટ, તા.25 : રાજકોટ નજીક
હરીપર પાળ ગામે પુષ્પા પાર્કના ચર્ચાસ્પદ જમીન કેસમાં આરોપી બલી ડાંગર અને તેના સાગરીતોના
જામીનનો હુકમ સુપ્રીમ કોર્ટે રદ કરતાં બલદેવ ઉર્ફે બલી વીરભાનું ડાંગર, અર્જુન જલુ
અને રામદેવ ડાંગરએ ગોંડલ કોર્ટમાં સરન્ડર કર્યું હતું. જે બાદ ત્રયેણને ગોંડલ જેલ હવાલે
કરવામાં આવ્યા છે.
માહિતી મુજબ, રાજકોટ નજીક હરીપરપાળ
ગામની પુષ્પા પાર્ક જમીનના ચર્ચાસ્પદ અને વર્ષો જૂના કેસમાં નામચીન આરોપી બલદેવ ઉર્ફે
બલી વીરભાનું ડાંગર અને તેના સાગરિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગેરકાયદે
જમીન પચાવી પાડવાના અને ધમકી આપવાના આ ગંભીર કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના
ચુકાદાને યથાવત્ રાખી આરોપીઓના જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા
24 ઓક્ટોબર સુધીમાં સરેન્ડર થવાનો આદેશ આપવામાં આવતાં, આરોપી બલી ડાંગર સહિત ત્રણ વ્યક્તિઓએ
ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે.