પોરબંદરના યુવાનની ફરિયાદ : આરોપી મહિલાએ બન્ને મિત્રો પાસેથી રૂ.1.50 લાખ લઈ લીધા
પોરબંદર,
તા.2: પોરબંદર શહેર અને આજુબાજુના લોકોને વિદેશ મોકલવાની લાલચ આપીને અવારનવાર લાખો
રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. જેમાં કેનેડા અને દુબઈમાં
નોકરી અપાવવાની લાલચ આપી દોઢ લાખની છેતરપિંડી કર્યાનો છાયાના યુવાન સહિત બે સાથે વિશ્વાસઘાત
કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
છાયાની
રઘુવંશી સોસાયટીના બ્લોક નં.41માં રહેતા અને એમ.જી.રોડ પર આવેલ સેન્ટ્રલ ફૂટવેર સ્ટોરમાં
કામ કરતા ધવલ બીપીન તકવાણી નામના 28 વર્ષના યુવાને કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવી છે કે, સપ્ટેમ્બર 2024ના ફરિયાદી ધવલ તકવાણી તથા તેના મિત્ર નિખિલ ભરત ફરિયાદ
નોંધાવી છે, ખોરાવા અને નિલેશ ભીમજી વાંદરિયાને વિદેશ કામ અર્થે જવાનું હોવાથી સલાટવાડામાં
રહેતા શામીનબાનુ અબ્દુલ્લાખાન પઠાણ મજૂરી કામ અર્થે માણસોને વિદેશ મોકલે છે. તેવી માહિતી
મળતા તેઓ શામીનબાનુના ઘરે ગયા હતા અને ત્રણેયને કેનેડા મોકલવા બાબતે વાત કરી હતી. સામીનબાનુએ
કેનેડા કામ અર્થે મોકલવા માટે વિઝા ફી અને ખર્ચ મળી ત્રણ લાખ રૂપિયા ચાર્જ થશે. તેમ
જણાવ્યું હતું. તેથી પંદર દિવસ બાદ આ ત્રણેય યુવાને શામીનબાનુના ઘરે પાસપોર્ટ અને અન્ય
ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા અને તેણે એવું કહ્યું હતું કે, હું આ ડોક્યુમેન્ટ ઉપર
મોકલાવી આપું છું, પ્રોસેસ થશે પછી તમને કહેવડાવું છું તેમ વાત કરી હતી.
ત્યારબાદ
એક મહિના પછી આરોપીએ ફરિયાદીને ફોન કરી ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયાનું કહી વ્યક્તિદીઠ
રૂ.75 હજાર જમા કરાવી લીધા હતા અને બન્ને મિત્રો તા.26-5ના રોજ દિલ્હી ખાતે ઈન્ટરવ્યૂ
માટે ગયા હતા. ત્યારે એમ્બેસીની ઓફિસમાં બોલાવી ડોક્યુમેન્ટ ચેક કરતા કર્મચારીએ કહ્યું
કે, તમારી કોઈ એપોઈન્ટમેન્ટ અહીં કરવામાં આવી નથી. તમને આપેલા બધા જ ડોક્યુમેન્ટ ખોટા
છે તેમ વાત કરતા બન્ને પોરબંદર આવી આરોપી મહિલાને વાત કરતા તેણે દુબઈના મોલમાં નોકરી
અપાવવાની લાલચ આપી ખોટી વાતો કરી હતી. આથી આરોપી મહિલાએ બન્ને સાથે રૂ.1.50 લાખની છેતરપિંડી
કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.