• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

મહાદેવિયા ગામે જ્યોર્જીયાની વર્ક પરમીટ અપાવવાના નામે છ યુવક સાથે ઠગાઈ

વડોદરાના રિધાન ઈમિગ્રેશનના માલિક સહિત પાંચ સામે ફરિયાદ

વડોદરા, તા.ર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવિયા ગામના યુવાનને આચાર્ય અને તેમના મિત્રોને જ્યોર્જિયાની વર્ક પરમીટ અપાવવાના નામે વડોદરાની મહિલા ઠગ એજન્ટ સહિત પ શખસોએ ર4.3પ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

નોંધાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવિયા ગામના દિનેશભાઈ જીવનભાઈ આચાર્ય (ઉં.વ.39)એ વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં નેંધાવેલી ફરિયાદ પ્રમાણે જાન્યુઆરી-ર0રપમાં સોશિયલ મીડિયા પરની જાહેરાત પરથી રિધાન ઈમિગ્રેશનનો સંપર્ક કર્યો હતો. વડોદરાના નટુભાઈ સર્કલ પાસે મીરાઝ કોમ્પ્લેક્સ, થર્ડ ફ્લોર, રૂમ નં.30ર ખાતે આવેલી આ ઓફિસે ફરિયાદી તથા તેમના પાંચ મિત્રોને બોલાવ્યા હતા. જ્યોર્જિયામાં વેરહાઉસની નોકરીમાં રૂ.80થી 90 હજાર પગાર તથા રહેવા-જમવાની સુવિધા મળશે. પ્રત્યેક વ્યક્તિએ વિઝા-ટિકિટ માટે રૂ.પ.પ0 લાખ ચૂકવવાના હોવાથી શરૂઆતમાં પ0 હજાર રૂપિયાની એડવાન્સ તરીકે કુલ રૂ.3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નોટરી એગ્રીમેન્ટ પણ કરાવવામાં આવ્યું હતું કે, દોઢ મહિનામાં વર્ક પરમિટ મળી જશે કહી રૂ.19.50 લાખ ચૂકવ્યા હતા. બાદ જુલાઈ મહિનામાં જ્યોર્જિયા જવાની ટિકિટ આપી દિલ્હી બોલાવ્યા હતા પરંતુ ત્યાં પાસપોર્ટ કે મૂળ વિઝા આપ્યા નહોતા અને વાયદાઓ કર્યા હતા. યુવકે સતત પૈસા પરત માગતા આરોપીઓએ રૂ.8.6પ લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂ.ર4.3પ લાખ પરત ન આપતા યુવકે પ આરોપી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં આરોપી રિધાન ઈમિગ્રેશનના માલિક કાજલ જોશી તથા સ્ટાફ અમર શાહ, શ્રેયા પટેલ, ચિરાયુ પટેલ અને ગૌતમ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક