મોરબી,તા.27:મોરબીના
રંગપર ગામ નજીક આવેલી સિરામિક ફેકટરીમાં રહેતા દંપતીમાં પત્નીને અન્ય યુવક સાથે લફરૂ
હોવાનો શક રાખી આવેશમાં આવી મારી નાખવાના ઈરાદે મોટા પથ્થર વડે માથામાં મારી ગંભીર
ઈજા કરી તેમજ ગળું દબાવી મહિલાની હત્યા નીપજાવી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી
તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના વતની શિવકુમાર
પ્રેમલાલ મરાવીએ આરોપી મહેન્દ્રાસિંહ શંકરાસિંહ મરકામ રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ
ફરિયાદ નોંધાવી છે કે મૃતક રેખાબેન ઉર્ફે રિયા અને આરોપી મહેન્દ્રાસિંહ બંને પતિ પત્ની
તરીકે દોઢેક મહિનાથી રંગપર ગામની સીમમાં આવેલા મારબીજ કારખાનામાં રહેતા હતા અને કામ
કરતા હતા. મહિલાને દિલભર યાદવ નામના છોકરા સાથે રેખા ઉર્ફે રિયા વાતચીત કરે છે તેની
સાથે લફરૂ ચાલુ છે તેવો શક વહેમ રાખી આરોપી મહેન્દ્રાસિંહે આવેશમાં આવી જઈને મોટા પથ્થર
વડે રેખા ઉર્ફે રિયાને કપાળના ભાગે મારી ગંભીર ઈજા કરી હતી અને તેનું ગળું દબાવી મૃત્યુ
નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે હત્યાની કોલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.