ટી-20 વિશ્વકપના સેમીફાઇનલની રેસ માટે મહિલા ટીમની સૌથી આકરી પરીક્ષા
નવી
દિલ્હી, તા .27 : મહિલા ટી20 વિશ્વકપ 2026માં ભારતીય ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા સામ કરો
યા મરોના મુકાબલામાં ટકરાશે. સેમીફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે જીત જરૂરી
છે. ગ્રુપ એમાં હરમનપ્રીત કૌરની આગેવાનીની ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે છે. ઓસ્ટ્રેલિયા
પહેલાં સ્થાને છે અને સેમીફાઇનલમાં જગ્યા નિશ્ચિત છે. દક્ષિણ આફ્રિકા છ અંક સાથે ત્રીજા
નંબરે છે. જેમાંથી એક ટીમ સેમીફાઇનલમાં પહોંચશે. બંગલાદેશ સેમીફાઇનલની રેસમાં છે પણ
તેની પાસે શક્યતા ઓછી છે.
જો
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તેના આઠ
અંક થઈ જશે અને સેમીફાઇનલમાં પહોંચી જશે. બાદમાં દક્ષિણ આફ્રિકા કે બંગલાદેશ
વચ્ચેના મેચથી ફરક પડશે નહીં. જો ભારત હારી જાય તો આશા કરવી પડશે કે દક્ષિણ આફ્રિકાને
બંગલાદેશ હરાવે. ત્રણ ટીમના છ છ અંક થઈ જશે અને સારી રનરેટનાં કારણે ભારત આગળ વધશે.
જો આફ્રિકા જીતે અને ભારત હારે તો આફ્રિકા સેમીફાઇનલમાં આવશે અને ભારતના છ જ અંક રહી
જશે.
ટી20
આંતરરાષ્ટ્રીયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારસુધીમાં 38 મુકાબલા રમાયા છે. જેમાં
ઓસ્ટ્રેલિયાએ 27 અને ભારતે માત્ર નવ મેચમાં જીત મેળવી છે. આ રીતે ઓસ્ટ્રેલિયાનું પલડું
ભારે છે. હવે ફરી એક વખત ઓસ્ટ્રેલિયાની ટીમ સામે છે. તેવામાં ભારતીય મહિલા ટીમે જીત
માટે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.