• બુધવાર, 01 જુલાઈ, 2026

તાલાલા તાલુકાનાં ત્રણ રીસોર્ટમાં ગેરરીતિઓ સબબ મેનેજરો સામે નોંધાયો ગુનો

તાલાલા,તા.30: તાલાલા પંથકમાં આવેલા ફાર્મ હાઉસ, રીસોર્ટમાં ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી. દ્વારા સઘન ચેકીંગ કરી ત્રણ રિસોર્ટમાં ગેરરીતિ બહાર આવતા મેનેજરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ચેકીંગ દરમિયાન તાલાલા તાલુકાનાં રમળેચી ગીર ગામના પતંગ રિસોર્ટ, ચિત્રોડ ગીર ગામના એશિયાટિક લાયન કેમ્પ તથા ભોજદે ગીર ગામના વનભૂમિ રિસોર્ટમાં આવતા પ્રવાસીઓની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વિના રૂમો રહેવા માટે આપેલી હોવાની ગેરરીતિઓ બહાર આવી હતી. પોલીસે રમળેચી ગીરના રિસોર્ટના મેનેજર વિપુલ રાજશીભાઈ ગોહિલ, ચિત્રોડ ગીર રીસોર્ટ મેનેજર કરણ ઘુસાભાઈ ભુવા અને ભોજદે ગીર રિસોર્ટના મેનેજર નવીન ઓમપ્રકાશ ચતુર્વેદી વિરુદ્ધ જરૂરી ડોક્યુમેન્ટ વગર પ્રવાસીઓને એન્ટ્રી આપી જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનાં એ.એસ.આઈ. જીગ્નેશગીરી ગોસ્વામીએ કાર્યવાહી હાથ ધરી છે. તાલાલા પંથકમાં ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી.બ્રાંચે સઘન ચેકીંગ કામગીરી શરૂ કરતાં નિયમ અને કાયદા વિરુદ્ધ ચાલતા રીસોર્ટ, ફાર્મ હાઉસ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

જોકોવિચ અને સબાલેંકા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં July 01, Wed, 2026