ચેસ્ટર લી સ્ટ્રીટ, તા.30 : આયરલેન્ડ સામે મળેલ શરમજનક હારના ઘાવ હજુ રુઝાયા નથી, ત્યાં હવે ભારતીય ટીમ સામે ઇંગ્લેન્ડ સામેનો મજબૂત પડકાર આવીને ઉભો છે. પાંચ મેચની ટી-20 શ્રેણીનો પહેલો મુકાબલો બુધવારે રમાશે. જે ભારતીય સમય અનુસાર રાત્રે 10-00 વાગ્યાથી શરૂ થશે. આયરલેન્ડ સામે 0-2થી સિરીઝ ગુમાવ્યા બાદ નવા કપ્તાન શ્રેયસ અય્યર અને ટીમ મેનેજમેન્ટ પર વાપસીનું જબરદસ્ત દબાણ છે. ઇંગ્લેન્ડ સામેના પહેલા મેચની ભારતીય ઇલેવનમાં કેટલાક કઠોર નિર્ણય લેવામાં આવી શકે છે. જેને લીધે બહુપ્રતિક્ષિત વૈભવ સૂર્યવંશીનું ટીમ ઇન્ડિયામાં પદાર્પણ થઇ શકે છે. આ 1પ વર્ષીય પ્રતિભાશાળી ખેલાડીને આયરલેન્ડ સામે બહાર રાખવાનો કોચ ગંભીરનો નિર્ણય ભારે પડયો હતો.
રિપોર્ટ
અનુસાર નિયમિત ઓપનર સંજુ સેમસનને રેસ્ટ આપીને વૈભવ સૂર્યવંશીને તક મળી શકે છે. વર્લ્ડ
કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ થનાર સેમસન આયરલેન્ડ સામે પહેલા મેચમાં પ અને બીજા મેચમાં
ગોલ્ડન ડક થયો હતો.
ઇંગ્લેન્ડ
પાસે જોફ્રા આર્ચર, જોશ ટેગ, સાકિબ મહમૂદ અને સોની બેકર જેવા ઝડપી ગતિના બોલર છે. રિવરસાઇડ
ગ્રાઉન્ડની પીચ પણ ઉછાળવાળી હોય છે. આથી ભારતીય બેટધરોની કસોટી થશે. ઇંગ્લેન્ડ પાસે
કેપ્ટન હેરી બ્રુક, ફિલ સોલ્ટ, જોશ બટલર, જેકબ બેથલ, જેમ્સ કોલ્સ, સેમ કરન અને ટોમ
બેંટન જેવા સારા સ્ટ્રોકફૂટ બેટર્સ છે.