(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.30: સુરેન્દ્રનગરના
પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજીને હાઈ કોર્ટે ફગાવી દીધી છે. એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટરોરેટ (ઈડી)ના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, આરોપી કાયદાકીય સકંજામાંથી
બચવા અને પોતાની સામેના પુરાવાનો નાશ કરવા તેમણે ગૂગલ પર પોતાનો ફોન કેવી રીતે રીસેટ
કરવો? તે અંગે પણ સર્ચ કર્યું હતું.
ગુજરાત હાઇકોર્ટે ઈડી દ્વારા
દાખલ પીએમએલએ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી નકારી
દીધી છે. તેઓ પર આક્ષેપ છે કે, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિન-ખેતીમાં
ફેરવવા માટે લાંચનું એક નિશ્ચિત માળખું અને દર નક્કી કરાયો હતો.લાંચની કુલ રકમમાંથી
5 ટકા હિસ્સો કલેક્ટરને, 25 ટકા નિવાસી અધિક કલેક્ટરને અને બાકીનો હિસ્સો અન્ય સ્ટાફને
મળતો હતો. અરજદારના કાર્યકાળ દરમિયાન રૂ,%.14 કરોડથી વધુ કાળી કમાણી કરી હોવાનું તપાસમું
ખુલ્યું છે. જેમાંથી સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનો 50 ટકા હિસ્સો
આશરે ત્રણ કરોડથી વધુનો થાય છે. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો સુરેન્દ્રનગર ખાતે ભ્રષ્ટાચાર
નિવારણ અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર
પટેલની જામીન અરજી નકારી હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર સામે પીએમએલએની કલમ
45 હેઠળની બેવડી શરતો સંતોષાતી નથી. એટલે કે પ્રથમ દૃષ્ટિએ અરજદાર નિર્દોષ હોય તેવું
માનવું કોઈ વ્યાજબી કારણ નથી. પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની
સંભાવનાને નકારી શકાય નહીં. અરજદારની તબીબી સ્થિતિ કોઈ જીવલેણ બીમારી ધરાવતી નથી અને
જેલની અંદર તેની સારવાર થઈ શકે તેમ છે.