નોર્ટિંગહામ, તા.29: કેપ્ટન બેન સ્ટોકસના અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ટીમને ન્યુઝીલેન્ડ સામે હાર મળી છે. શ્રેણીના ત્રીજા અને અંતિમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડનો 160 રને શાનદાર વિજય થયો હતો અને 2-1થી શ્રેણી કબજે કરી હતી. ઈંગ્લેન્ડની ધરતી પર 3 મેચની 0-1થી પાછળ રહ્યા પછી સિરીઝ જીતનાર ન્યુઝીલેન્ડ પહેલી ટીમ બની છે. 373 રનના વિજય લક્ષ્યાંક સામે મેચના આજે આખરી દિવસે લંચ પછી ઇંગ્લેન્ડ ટીમ 212 રને ઓલઆઉટ થઇ હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસે ગઇકાલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તે આખરી ઈનિંગમાં ઓપનિંગમાં આવ્યો હતો અને 2 ચોક્કા-2 છક્કાથી 30 રનની ઝડપી ઈનિંગ રમી આઉટ થયો હતો.
બીજા
દાવમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 60 રન વિકેટકીપર જેમી સ્મિથે કર્યાં હતા. બેન ડકેટ
36, હેરી બ્રુક 21 અને જો રૂટ 18 રને આઉટ થયા હતા. જેકબ બેથલ ઝીરોમાં અને એમિલિયો ગે
10 રને આઉટ થયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ઝેક ફોલક્સે 3 વિકેટ લીધી હતી. નાથન સ્મિથ અને
મિચેલ સેંટનરને 2-2 વિકેટ મળી હતી.
ન્યુઝીલેન્ડના
પહેલા દાવમાં 438 અને બીજા દાવમાં 9 વિકેટે 288 રન થયા હતા. ઇંગ્લેન્ડના પહેલા દાવમાં
3પ4 રન થયા હતા. બીજા દાવમાં આજે તે 212 રને ઓલઆઉટ થઇ હતી.