મોરક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડને 3-2થી હાર આપી
જાપાન
સામે અંતિમ ક્ષણોમાં 2-1થી દિલધડક જીત મેળવી બ્રાઝિલ રાઉન્ડ-16માં
બોસ્ટન/હ્યુસ્ટન,
તા.30: ફીફા વર્લ્ડ કપ-2026ના રાઉન્ડ-32માં ફૂટબોલ ઈતિહાસના બે સૌથી મોટા ઉલટફેર થયા
છે. આ બે મેજર અપસેટને લીધે ચાર વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ જર્મની અને ખિતાબની પ્રબળ
દાવેદાર પૈકીની ટીમ નેધરલેન્ડ આંચકારૂપ હાર સાથે વર્લ્ડ કપની બહાર થઇ ગઇ છે. બીજી તરફ
પરાગ્વે અને મોરક્કો ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં ઐતિહાસિક વિજય સાથે રાઉન્ડ-16માં પહોંચ્યા
છે. પાંચ વખતની પૂર્વ વિજેતા બ્રાઝિલ ટીમે પણ રાઉન્ડ-16ની ટિકિટ બૂક કરી છે. તેનો જાપાન
સામે 2-1થી અંતિમ ક્ષણોમાં દિલધડક વિજય થયો હતો. જર્મની સામે પરાગ્વેનો પેનલ્ટી શૂટઆઉટમાં
4-3 ગોલથી વિજય થયો હતો. જ્યારે મોરક્કોએ ડચ ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2 ગોલથી હાર
આપી હતી.
જર્મની
અને પરાગ્વે વચ્ચે નિર્ધારિત સમય અને એકસ્ટ્રા ટાઇમમાં સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો
હતો. એકસ્ટ્રા ટાઇમની 102 મિનિટે જર્મની તરફથી જોનાથન ટાહે હેડરથી ગોલ કર્યો હતો. જે
યોગ્ય છે કે નહીં તે માટે રેફરીએ વીએઆર રિવ્યૂ લીધો હતો. રિવ્યૂમાં આ ગોલ અમાન્ય જાહેર
થયો હતો. જો કે મેચ બાદ આ મામલે ફૂટબોલ જગતમાં ભારે વિવાદ થયો છે. પેનલ્ટી શૂટઆઉટમાં
પરાગ્વેએ બાજી મારી હતી અને જર્મની સામે 4-3 ગોલથી ઐતિહાસિક જીત સાથે રાઉન્ડ-32માં
જગ્યા બનાવી હતી. વિશ્વ કપ અને યૂરો કપમાં જર્મન ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં બીજીવાર હારી
છે. આ પહેલા પ0 વર્ષ અગાઉ 1976માં યૂરો કપના ફાઇનલમાં ઝેકોસ્લોવેકિયા સામે શૂટઆઉટમાં
પ-3થી હાર
થઇ
હતી.
નેધરલેન્ડ
અને મોરક્કો વચ્ચેનો મેચ પણ એકસ્ટ્રા ટાઇમ સુધી 1-1ની બરાબરી પર રહ્યો હતો. આ પછી પેનલ્ટી
શૂટઆઉટમાં મોરક્કોનો 3-2 ગોલથી દિલધડક વિજય થયો હતો અને રાઉન્ડ-16માં જગ્યા બનાવી હતી.
નેધરલેન્ડ સામેની ઐતિહાસિક જીત બાદ મોરક્કોના ખેલાડીઓ અને ચાહકોએ સ્ટેડિયમમાં જોરદાર
ઉજવણી કરી હતી જ્યારે ડચ ખેલાડીઓ અને ચાહકો રડી પડયા હતા.
બ્રાઝિલ
અને જાપાન વચ્ચે શ્વાસ થંભાવી દે તેવી કાંટે કી ટક્કર થઇ હતી. ઇન્જરી ટાઇમમાં એટલે
કે 96મી મિનિટે ગ્રેબિયલ માર્ટિનેલીના જાદુઇ ગોલથી બ્રાઝિલે રાઉન્ડ-16ની ટિકિટ બૂક
કરી હતી. બ્રાઝિલનો જાપાન સામે 2-1 ગોલથી દિલધડક વિજય થયો હતો. મેચનો પહેલો ગોલ જાપાને
29મી મિનિટે કર્યો હતો. જે કૈશૂ સાનોએ કર્યો હતો. પ6 મિનિટે કેસિમિરોએ હેડરથી અદ્ભુત
ગોલ કરી બ્રાઝિલને 1-1ની બરાબરી પર લાવી દીધું હતું. આખરી ક્ષણોમાં બ્રાઝિલે ગોલ કરી
જાપાન ટીમની વિશ્વ કપમાંથી બહાર કરી હતી.