• બુધવાર, 01 જુલાઈ, 2026

રાજકોટ ગ્રામ્ય પોલીસનું ‘ઓપરેશન કારાવાસ-2’ 13 વર્ષથી ફરાર ગુનેગારો સહિત 18 આરોપી ઝડપાયા

રાજકોટ, તા.30: જેલમાંથી પેરોલ-ફર્લો જમ્પ કરનારા અને ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે રાજ્ય પોલીસ વડા અને રેન્જ આઈજી તથા રૂરલ એસ.પીના માર્ગદર્શન હેઠળ “ઓપરેશન કારાવાસ-2’’ ડ્રાઈવ યોજી હતી. એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની વિવિધ ટીમોએ ચોરી, ધાડ, લૂંટ, પોક્સો, સાયબર ફ્રોડ અને દારૂ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ 18 લિસ્ટેડ આરોપીઓને અલગ-અલગ રાજ્યો અને જિલ્લાઓમાંથી ઝડપી લીધા હતા.

સ્થાનિક પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપ્યા છે. જેમાં માણાવદરમાં લૂંટ-ધાડના ગુનામાં 8 વર્ષથી ફરાર સબુર જોખલા મૈડા (એમપી), કોટડાસાંગાણીના અપહરણ કેસમાં 13 વર્ષથી ફરાર ખેલુ થાવરીયા બામણીયા (એમપી), 11 વર્ષથી ટેક્સ ચોરીમાં ફરાર ઉમાશંકર બૈતાલિક (પશ્ચિમ બંગાળ) અને જેતપુર-ઉદ્યોગનગરના દારૂના ગુનામાં 3 વર્ષથી ફરાર શ્યામલાલ બિશ્નોઈ (રાજસ્થાન) સામેલ છે. આ ઉપરાંત દાહોદના જવસીંગ મંડોડને દુષ્કર્મ-પોક્સોના ગુનામાં ઝડપી પાટણવાવ પોલીસને સોંપાયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

જોકોવિચ અને સબાલેંકા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં July 01, Wed, 2026