સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના ભુજ ટીમની કાર્યવાહી, ઘટનાની ગાજ બે પોલીસ કર્મચારીઓની બદલી સુધી પહોંચી
મોરબી,
તા. 4 : મોરબી જિલ્લાના ઘુનડા (સ.) ગામ નજીક આવેલા ઓમ વિલા બંગ્લોમાં ચાલતા જુગારધામ
પર બોર્ડર રેન્જ ભુજની ટીમે દરોડો પાડી નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી
દરમિયાન પોલીસે રોકડ, વાહનો અને મોબાઈલ સહિત કુલ રૂ. 44.76 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે
અને ઘટનાની ગાજ બે પોલીસ કર્મચારીઓ પર ઉતરી છે. બંનેની ભુજ ખાતે બદલી કરવામાં આવી હોવાનું
જાણવા મળ્યું છે.
માહિતી
મુજબ, ગત 19 જુલાઈએ બોર્ડર રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ ભુજની ટીમે ઘુનડા નજીક આવેલા
ઓમ વિલા બંગ્લા નં. એ-3માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા હાર્દિક માકાસણા,
જયેશ પડસુંબીયા, ઉત્તમ ઘૂમલીયા, નરોત્તમ ફેફર, અરાવિંદ ભીમાણી, રાજેશ ભીમાણી, ચેતન
ચીકાણી, જીગ્નેશ કાચરોલા અને દેવશંકર શીતાણી સહિત કુલ નવ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા
હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 24.30 લાખની રોકડ, બંગ્લાનું વીજ બિલ, નવ મોબાઈલ ફોન તેમજ
અંદાજે રૂ. 20 લાખ કિંમતની બે કાર મળી કુલ રૂ. 44,76,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જુગાર રેડને પગલે બે પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે. જેમાં હેડ કોન્સ્ટેબલ જશપાલાસિંહ
જાડેજા અને કૃષ્ણરાજાસિંહ ઝાલાની ભુજ ખાતે બદલી કરવામાં આવી છે.
ઘુંટુંની
સીમમાં જુગાર રમતા કોંગ્રેસ અગ્રણી સહિત 4 ઝડપાયા
મોરબી,
તા.4: મોરબી સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ઓફિસમાં ધમધમતા જુગાર ધામ પર સરહદી રેન્જ ટીમે
રેડ કરી જુગાર રમતા કોંગ્રેસ અગ્રણી સહિત ચારને ઝડપી લઇને રોકડ રૂ.1.85 લાખ તેમજ 4
મોબાઇલ અને બે વાહન સહિત કુલ રૂ.5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સરહદી
રેન્જ ટીમે બાતમીને આધારે ઘુંટું ગામની સીમમાં આવેલી ઘુંટુ રોડ પરની રાધે કોલ એન્ટરબ્રાઇઝ
નામની ઓફિસમાં રેડ કરી હતી. ઓફિસમાં જુગાર રમતા જગદીશભાઇ ભગવાનજીભાઇ અઘારા, શૈલેષભાઇ
ઉર્ફે કાળુભાઇ પ્રભુભાઇ સનારિયા, યોગેશભાઇ લક્ષ્મણભાઇ પટેલ અને જયેશ શાંતિલાલ કાલરિયા
(કોંગ્રેસ અગ્રણી) એમ ચારને ઝડપી લીધા હતા.
પોલીસે
રોકડ રૂ.1,85,300 અને 4 મોબાઇલ કિંમત રૂ.14,000 તેમજ બે વાહન કિંમત રૂ.3.25,000 સહિત
રૂ.5,24,300નો મુદામાલ જપ્ત કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર
કાર્યવાહી હાથ ધરી છે.