• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમ સાથે ચાર સ્પિનર્સ નેટ બોલર તરીકે સામેલ હર્ષ દુબે-તનુષ કોટિયાન બાદ વિપ્રજ નિગમ અને શિવાંગ કુમારનો સમાવેશ કરાયો

મુંબઈ, તા.4 : ભારતીય ટીમનું હવેનું લક્ષ્ય શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં વિજય હાંસલ કરવાનું છે. જેથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની રેસમાં બની રહે. શ્રીલંકાની પીચો પર સ્પિનરોની બોલબાલા રહે છે. શ્રીલંકા પાસે સારા સ્પિનર્સ પણ છે. આથી ટીમ ઇન્ડિયાના બેટર્સની કસોટી થશે. આ ખતરાના સામના માટે બીસીસીઆઇએ બે સ્પિન બોલર વિપ્રજ નિગમ અને શિવાંગ કુમારને શ્રીલંકા પ્રવાસમાં નેટ બોલર તરીકે સામેલ કર્યા છે. આ બન્ને આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી ચૂક્યા છે. શ્રીલંકા સામેની ભારતીય ટેસ્ટ ટીમમાં રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર અને નવોદિત સારાંશ જૈન સ્પિન બોલર તરીકે સામેલ છે. આ ઉપરાંત અગાઉ હર્ષ દુબે અને તનુષ કોટિયાન નેટ બોલર તરીકે પસંદ થયા હતા. હવે વિપ્રજ નિગમ અને શિવાંગ કુમાર નેટ બોલર તરીકે સામેલ કરાયા છે. આ ચારેય બોલર અલગ અલગ વેરિયેશન ધરાવે છે. હર્ષ લેફટ આર્મ ઓર્થોડોક્સ છે, કોટિયાન ઓફ સ્પિનર છે. વિપ્રજ લેગ સ્પિનર છે જ્યારે શિવાંગ લેફટ આર્મ રીસ્ટ સ્પિનર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક