• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

હળવદ-માળિયા હાઈવે પર બાઈક સ્લીપ થતાં એકનું મૃત્યુ

મોરબી, તા.3: હળવદ-માળિયા હાઈવે પર શ્રમિક મિત્ર બીમાર હોવાથી બાઈકમાં તેનો મિત્ર દવાખાને લઇ જતો હતો ત્યારે ગાય આડી આવતા બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. મૂળ મધ્યપ્રદેશ હાલ હળવદમાં આવેલ એક કારખાનામાં રહીને કામ કરતા ધનાસિંગ વ્રજલાલ આહીરવાર (ઉં.22) નામના યુવાને બાઈક જીજે 36 એએચ 3158ના ચાલક જગત પ્રસાદાસિંગ રમમનાસિંગ ગોંડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.26 જુલાઈના ફરિયાદી ધનાસિંગને તાવ આવતો હતો. જેથી જગત પ્રસાદાસિંગ ગોંડ બાઈક લઈને માળિયા દવાખાને જતા હતા. ત્યારે હળવદ-માળિયા હાઈવે પર ખાખરેચી ગામ નજીક ગાય આડી આવતા બાઈકને બ્રેક મારતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં ફરિયાદી ધનાસિંગને ઈજા પહોંચી હતી જ્યારે બાઈક ચાલક જગત ગોંડને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક