• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

મહિલા એશિયા કપ 28 ઓગસ્ટથી UAEમાં રમાશે ?

ACC તરફથી સત્તાવાર જાહેરાત બાકી

નવી દિલ્હી, તા.4 : મહિલા એશિયા કપ 28 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન યુએઇમાં રમાવાની સંભાવના છે. જો કે હજુ સુધી એશિયા ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) દ્રારા 8 ટીમની આ ટૂર્નામેન્ટના શેડયુલ વિશે કોઈ જાહેરાત થઈ નથી. ભાગ લેનાર તમામ ટીમને સંભવિત તારીખ અને સ્થળ સંબંધે જાણકારી અપાઈ છે. આ વખતે પણ મહિલા એશિયા કપ ટી-20 ફોર્મેટમાં રમાશે.

મહિલા એશિયા કપની આ છઠ્ઠી સીઝન હશે. જેમાં વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા ઉપરાંત ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, નેપાલ, મલેશિયા, થાઇલેન્ડ અને યજમાન યૂએઇ ટીમ ભાગ લેશે. હાલ એસીસીના અધ્યક્ષ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવી છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે બીસીસીઆઇએ ગત રવિવારે મહિલા એશિયા કપની ટીમ સાશિયલ મીડિયા પર જાહેર કરી દીધી હતી, બાદમાં આ પોસ્ટ હટાવી દીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક