• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ઈરાને અમેરિકી બેઝ ઉપર કર્યા હુમલા

ટ્રમ્પની ધમકી બેઅસર: દુબઈમાં 20 મિનિટમાં 7 ધડાકા : યમન તરફથી મિસાઈલ છુટી હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 5 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને નજરઅંદાજ કરીને ઈરાને કુવૈતમાં અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવીને તણાવ વધાર્યો છે. એક અહેવાલ અનુસાર ઈરાની સેનાએ ત્રણ ડ્રોનથી અમેરિકી બેઝ ઉપર હુમલો કર્યો હતો. કુવૈત અને ઈરાકના બસરા પ્રાંતમાંથી પણ જોરદાર વિસ્ફોટના અહેવાલો સામે આવ્યા હતા. આ ઉપરાંત યુએઈના મોટા શહેર દુબઈમાં 20 મિનિટમાં ઓછામાં ઓછા સાત વિસ્ફોટ થયા હતા.

સ્થાનિક મીડિયામાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન યમન તરફથી યુએઈ ઉપર મિસાઈલ છોડવામાં આવી હતી. જો કે અમીરાતી મીડિયા તરફથી ધડાકાના કારણો પાછળ વધુ કોઈ માહિતી આપી નહોતી.તેમજ ઘટનાથી નુકસાન અંગેના અહેવાલ પણ સામે આવ્યા નહોતા.

હુમલાના એક દિવસ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર દાવો કર્યો હતો કે ઈરાન સાથે ફરીથી વાતચીત ચાલી રહી છે અને કોઈપણ સમજૂતી સુધી પહોંચવાની છેલ્લી તક છે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે કતર, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતના અનુરોધ ઉપર અમેરિકાએ નવા હુમલા રોક્યા છે. જો કે ઈરાને તમામ દાવા નકારી દીધા હતા અને પછી અમેરિકી બેઝને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક