બીજા
દાવમાં વિન્ડિઝનો 117 રનમાં ધબડકો
પોર્ટ
ઓફ સ્પેન, તા.પ: સ્પિનર સાજિદ ખાન અને અલી ઉસ્માનની ફિરકીની મદદથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધના
બીજા અને અંતિમ ટેસ્ટમાં પાકિસ્તાનને વિજય નિશ્ચિત કરી દીધો હતો. ચોથા દિવસના પ્રારંભે
વિન્ડિઝ ટીમ બીજા દાવમાં 117 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી પાકિસ્તાનને જીત માટે 7પ રનનું
સરળ લક્ષ્યાંક મળ્યું હતું. સાજિદ અને ઉસ્માને
4-4 વિકેટ લીધી હતી. ચોથા દિવસે લંચ સમયે પાકિસ્તાને 2 વિકેટે પ7 રન થયા હતા. આથી વિન્ડિઝની
હાર નિશ્ચિત બની ગઇ હતી.
અગાઉ
બીજા ટેસ્ટના ત્રીજા દિવસે પાકિસ્તાનનો પ્રથમ દાવ 387 રને સમાપ્ત થયો હતો. આથી તેને
43 રનની પાતળી સરસાઇ મળી હતી. પાક. કપ્તાન બાબર આઝમ ચાર વર્ષ બાદ સદી કરવાનું ચૂકી
ગયો હતો. તે 88 રને રનઆઉટ થયો હતો જ્યારે અબ્દુલ્લાહ શફીક 323 દડામાં 1પ ચોક્કા-3 છક્કાથી
160 રનની શાનદાર ઇનિંગ રમી આઉટ થયો હતો. સાજિદ ખાને 30 રનનો ઉપયોગી ફાળો આપ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોમેલ વારિકને 6 વિકેટ લીધી હતી.
બીજા
દાવમાં વિન્ડિઝ ટીમનો કોઇ બેટર ક્રિઝ પર ટકી શકયો ન હતો. કેવલ હોજે સર્વાધિક 34 રન
કર્યાં હતા. બે મેચની શ્રેણીમાં હાલ વિન્ડિઝ ટીમ 1-0થી આગળ છે.