• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

અમદાવાદ એરપોર્ટ પરથી યુગાન્ડાના નાગરિક પાસેથી 5 કરોડનું કોકેઈન ઝડપાયું

ડીઆરઆઈની સઘન તપાસમાં ટ્રોલી બેગના હેન્ડલમાંથી 981 ગ્રામ કોકેઈન જથ્થો જપ્ત

અમદાવાદ, તા.25:અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશથી આવી રહેલા એક વિદેશી નાગરિક પાસેથી રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્રતિબંધિત પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુગાન્ડાથી ફ્લાઇટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા એક નાગરિક પર બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ વોચ ગોઠવી હતી. એરપોર્ટ પર શંકાસ્પદ પેસેન્જર જેવો જ ઉતર્યો કે તરત જ તેને અટકાવીને તેની ટ્રોલી બેગની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્કેનીંગ દરમિયાન બેગના ટેલિસ્કોપિક હેન્ડલમાં અસામાન્ય ગોઠવણ જોવા મળી હતી, જ્યાંથી છુપાવેલું 981 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા આ જથ્થાની કિંમત આશરે રૂ. 5 કરોડ જેટલી થવા જાય છે.

પ્રાથમિક પૂછપરછમાં પેસેન્જરે શરૂઆતમાં પોતાની પાસે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ અધિકારીઓની સઘન તપાસમાં આ ગેરકાયદે તસ્કરીનો પર્દાફાશ થયો હતો. હાલ ડીઆરઆઈ દ્વારા આ માલ ભારતમાં કોને પહોંચાડવાનો હતો અને આ અગાઉ પણ આ પ્રકારે કોઈ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી છે કે કેમ તે અંગેની દિશામાં વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક