• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

પાકિસ્તાન ઙઘઊં ખાલી કરે ઃ યુનોમાં ભારતની સ્પષ્ટ વાત

 -ભારતીય રાજદૂત ક્ષિતિજ ત્યાગીએ અલ્પસંખ્યક મુદ્દે પાકિસ્તાનને ઉઘાડું પાડÎું

નવી દિલ્હી, તા. 25 ઃ યુએન હ્યુમન રાઈટ્સ કાઉન્સીલમાં કાશ્મીર અને ભારતમાં અલ્પસંખ્યકો મુદ્દે પાકિસ્તાન દ્વારા ઝેર ઓકવામાં આવ્યું હતું. જેના બદલ ભારતીય રાજદૂત ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી અને પાકિસ્તાન ઉપર કાશ્મીરના અમુક ભાગ ઉપર ગેરકાયદે કબજાનો આરોપ મુક્યો હતો. તેમજ અવૈધ કબજો તાકીદે ખાલી કરી દેવા કહ્યું હતું. બીજી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતીય દૂત પીટલ ગહલોચે પાકિસ્તાનને રોકડું પરખાવતા કહી દીધું હતું કે પાકિસ્તાની પીએમને બરબાદ રનવે અને હેંગર જીત જેવા લાગી રહ્યા હોય તો તેનો આનંદ માણી શકે છે.

ભારતીય રાજદૂત ત્યાગીએ કહ્યું હતું કે, પાકિસ્તાનને દરેક એજન્ડાનો મુખ્ય આધાર યાદ અપાવવો પડે છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો એક જરૂરી અને અતૂટ હિસ્સો હતા અને હંમેશા રહેશે. કાશ્મીરના એક હિસ્સા ઉપર પાકિસ્તાનનો અવૈધ કબજો છે. જેને ખાલી કરવા ફરીથી માગણી કરવામાં આવી રહી છે. ત્યાગીએ આગળ કહ્યું હતું કે, પાકિસ્તાન બીજા ઉપર આરોપ મુકે છે પણ પોતાને ત્યાં  અલ્પસંખ્યકોની હાલત ખરાબ છે. ભારત દુનિયાની સૌથી મોટી મુસ્લિમ આબાદીમાંથી એક છે. ભારતમાં અલ્પસંખ્યકો મત આપે છે, કાનૂન બનાવે છે, સૌથી મોટી અદાલતમાં બેસે છે અને નેતૃત્વ કરે છે. પાકિસ્તાનમાં હિંદુ, શીખ અને ખ્રિસ્તી આબાદી પહેલાના મુકાબલે ખૂબ ઓછી રહી છે. અલ્પસંખ્યક યુવતીઓનું ધર્માંતરણ કરી મુસ્લિમોને સોંપી દેવામાં આવે છે. દરેક અલ્પસંખ્યક ઉપર ઈશનિંદાનો કાયદો લાગે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક