• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

માંગરોળમાં 40 કિલો ગૌમાંસ ઝડપાયું, છ પશુઓને બચાવાયા

માંગરોળ તા.24

માંગરોળના ખાટકીવાડા-નવાપરા વિસ્તારમાં પોલીસે રહેણાક મકાનમાં દરોડો પાડી આશરે 40 કિલો ગૌવંશનું માંસ અને કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો જપ્ત કર્યા હતા. પોલીસે સ્થળ પરથી છ પાડાને પણ મુક્ત કરાવી ગૌશાળામાં મોકલ્યા હતા. જોકે, મકાન માલિક હનિફ આમદ શેખ પોલીસને હાજર મળ્યો નહોતો. પોલીસને મળેલી બાતમીના આધારે મહિલા પીઆઈ એચ.કે. હુંબલ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી છરીઓ, કોયતા, પશુઓની કપાયેલી ખરી તથા ચામડી કાઢેલા પગ મળી આવ્યા હતા. ઉપરાંત, દોરડાથી બાંધેલા અને ચારા-પાણીની યોગ્ય વ્યવસ્થા વિના રાખેલા છ પાડા મળી આવ્યા હતા. વેટરનરી તબીબની પ્રાથમિક તપાસ બાદ માંસના નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. એફએસએલ રિપોર્ટમાં માંસ ગૌવંશનું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક