• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

સંપત્તિમાં 2500 કરોડનો કડાકો, છતાં શાહરુખ દેશનો સૌથી અમીર અભિનેતા

હારુન ઈન્ડિયાની યાદીમાં અમિતાભ બીજા ક્રમે, સલમાન ત્રીજા સ્થાને

મુંબઈ, તા. 24 : હારુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થવા છતાં શાહરુખ ખાન ભારતના સૌથી અમીર અભિનેતા તરીકેનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ચાલુ વર્ષે જારી થયેલા અહેવાલ મુજબ 60 વર્ષીય અભિનેતાની સંપત્તિ ઘટીને 10,000 કરોડ થઈ ગઈ છે, જે અગાઉ 12,490 કરોડ હતી. એક મીડિયા હેવાલ મુજબ, યાદીમાં સામેલ વિગતો અનુસાર આ ઘટાડાથી બોલીવૂડના સૌથી અમીર અભિનેતાઓના ક્રમમાં કોઈ ફેરફાર થયો નથી. પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન અંદાજે 4,000 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે, જ્યારે સલમાન ખાન 3,000 કરોડ અને હૃતિક રોશન 2,500 કરોડની સંપત્તિ સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક