• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

નવા ચીફ સિલેક્ટરના પદ માટે બોર્ડ હવે નવા ચહેરાની શોધમાં

અજીત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરે સત્તાવાર રીતે સમાપ્ત થશે

નવી દિલ્હી, તા.24 : વર્તમાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો કાર્યકાળ આરે આવી પહોંચ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટના આ સૌથી મહત્ત્વના પદ માટે બોર્ડે નવા ચહેરાની શોધ શરૂ કરી દીધી છે. જોકે, બોર્ડના સંયુક્ત સચિવ દેવજીત સાઇકિયાએ સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રક્રિયા માટે પૂરતો સમય છે અને કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવામાં નહીં આવે.  

અજીત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરે સત્તાવાર રીતે સમાપ્ત થઈ રહ્યો છે. અગરકરે બોર્ડને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેઓ પોતાના કરારનું એક્સ્ટેન્શન ઈચ્છતા નથી. જે સાથે જ ચીફ સિલેક્ટર તરીકેની તેમની ઇનિંગનો ઔપચારિક અંત નિશ્ચિત થઈ ગયો છે ત્યારે નવા નવા ચીફ સિલેક્ટર અંગે દેવજીત સાઇકિયાએ જણાવ્યું હતું કે, અજીત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરે પૂરો થાય છે. ત્યાં સુધી અમારી પાસે સમય છે. ત્યારબાદ આ પદ ઔપચારિક રીતે ખાલી થતાં બોર્ડ નવા ચીફ સિલેક્ટર અંગે અંતિમ મુહર મારશે. બોર્ડ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને સત્તાવાર

જાહેરાત કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક