• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટનો પ્રારંભ : અફઘાનિસ્તાને જાપાનને 48 રને હરાવ્યું

જાપાનની પીચ પર બેટ્સમેનો ફરી સંઘર્ષ કરતા જોવા મળ્યા

નવી દિલ્હી, તા.24 : એશિયન ગેમ્સ 2026માં મેન્સ ટી20 ક્રિકેટ સ્પર્ધાનો વિધિવત્ પ્રારંભ થઈ ચૂક્યો છે અને ઓપાનિંગ મુકાબલામાં જ ક્રિકેટ ચાહકોને રસપ્રદ જંગ જોવા મળ્યો હતો. પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને યજમાન જાપાન સામે લો-સ્કારિંગ મેચમાં 48 રને વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલ તરફ પગલું વધાર્યું છે. બીજી તરફ, ભારતીય ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી ચૂકી હોવાથી થોડા દિવસો બાદ મેદાનમાં ઉતરશે.

ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ધારણા મુજબ આક્રમક રહી નહોતી. જાપાની બોલરોએ શિસ્તબદ્ધ બાલિંગનું પ્રદર્શન કરતાં અફઘાન બેટર્સને મોટો સ્કોર ખડકવા દીધો નહોતો. અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 129 રન બનાવ્યા હતા. ઓપનર મોહમ્મદ અકરમે સૌથી વધુ 29 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સંઘર્ષપૂર્ણ 34 રન ફટકાર્યા હતા.

130 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જાપાની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. નિયમિત અંતરે વિકેટો પડવાને કારણે ટીમ 19.3 ઓવરમાં માત્ર 81 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. એક સમયે જાપાન મેચમાં લડત આપતું જણાયું હતું પરંતુ મિડલ ઓવર્સમાં નાટકીય ધબડકો થતાં તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ 48 રનની જીત સાથે જ અફઘાનિસ્તાને પોઇન્ટ ટેબલ પર મહત્ત્વપૂર્ણ 2 અંક પોતાનાં નામે કર્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક