રજા પરથી પરત આવ્યા બાદ કોટડિયાએ અંતિમ પગલું ભર્યું; કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી
અમરેલી,
તા.29: પીપાવાવ ખાતે કોસ્ટગાર્ડમાં ફરજ બજાવતા અને મૂળ જૂનાગઢના વતની ધાર્મિક કોટડિયાએ
ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવાને કયા સંજોગોમાં આ પગલું ભર્યું
તે અંગે પીપાવાવ પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત
વિગતો મુજબ, મૂળ જૂનાગઢના વતની ધાર્મિક કોટડિયા પીપાવાવ ખાતે કોસ્ટગાર્ડમાં નાવિક તરીકે
ફરજ બજાવતા હતા. તેઓ જૂનાગઢ ખાતે રજા ગાળ્યા બાદ પરત પીપાવાવ આવ્યા હતા. દરમિયાન કોઈ
કારણોસર તેમણે ગળાફાંસો ખાઈ લેતાં ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને કોસ્ટગાર્ડના કર્મચારીઓ
ઘટનાસ્થળે દોડી ગયા હતા. બનાવની જાણ પીપાવાવ પોલીસને થતાં પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી
હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ
હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. ધાર્મિક કોટડિયાએ
કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે પરિવારજનો અને સંબંધિત લોકોની પૂછપરછ સહિતની
તપાસ શરૂ કરી છે. બનાવને પગલે કોસ્ટગાર્ડના સાથી કર્મચારીઓ અને પરિવારજનોમાં શોકની
લાગણી ફેલાઈ હતી.