• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ !

-1500 ભક્ત બચાવાયા, પહાડો પરથી પથ્થરો વરસતાં જોઇ જીવ તાળવે ચોંટÎા !

ચમોલી, તા. 28 ઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આફતના કારણે કેદારનાથ યાત્રા માર્ગ પર અંદાજે 1500 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતા, જેમનું સરકાર દ્વારા સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, દુર્ગમ કાલિંદી ટ્રેક પર ફસાયેલા 100થી વધુ ટ્રેકર્સને બચાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એસડીઆરએફના જણાવ્યા અનુસાર, રવિવારની મોડી રાત્રે સોનપ્રયાગ પોલીસને સૂચના મળી હતી કે ગૌરીકુંડથી લગભગ 3 કિલોમીટર આગળ ચીડબાસા વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તાની પેલે પાર ફસાયા છે. ચીડબાસા હેલિપેડ પાસે રસ્તા પર ભારે કાટમાળના થર જામી ગયા હતા અને સતત પથ્થરો પડી રહ્યા હોવાથી સ્થિતિ અત્યંત જોખમી બની હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક