• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

રાજકોટ-ગોંડલ હાઇવે પર સુપર કેરીની ટક્કરે રિક્ષાચાલકનું મૃત્યુ

પુરપાટ ઝડપે આવેલી ગાડી રિક્ષા પાછળ ઘૂસી જતા અકસ્માત

 

ગોંડલ, તા.28: રાજકોટ-ગોંડલ હાઇવે પર સુપર કેરી અને ઓટોરિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં રિક્ષાચાલકનું મૃત્યુ નીપજતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પૂરપાટ ઝડપે આવેલી સુપર કેરીના ચાલકે સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી ઓટોરિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાને ભારે નુકસાન થયું હતું.

અકસ્મતમાં રાઘવજીભાઈ ઉર્ફે નાનજીભાઈ ચુડાસમા (ઉં.વ. 56, રહે. પારડી) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્મત બાદ હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે સુપર કેરીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક