બે
સભ્યની હાલત ગંભીર : તમામ ઘરવખરી ભસ્મીભૂત
ડોળાસા,તા.7:
ડોળાસા નજીકના ચીખલી ગામે રહેણાંકના મકાનમાં વીજ શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ફાટી
નીકળતા એક જ પરિવારના ચાર સભ્ય ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી બેને વધુ સારવાર માટે
ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.
ચીખલી
ગામે રહેતા દિનેશભાઈ ઉર્ફે બીજલભાઇ પરબતભાઈ ચૌહાણના રહેણાંકના મકાનમાં શોર્ટ સર્કિટના
કારણે આગ ભભૂકી ઉઠતાં આ પરિવારના મુખ્યા દિનેશભાઈ (ઉ.40 ), તેમના પત્ની સમજુબેન (ઉ.38),
દીકરી દર્શના (ઉ.14) અને દીકરો દક્ષ (ઉ.3)ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી દિનેશભાઈ
અને પુત્ર દક્ષને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડ્યા છે. આજે દિનેશભાઈ બાજુમાં આવેલી
પોતાની દુકાને ગયા હતા. સમસ્ત પરિવાર દિવાળીની ઉજવણીની તૈયારીમાં હતો. ત્યારે સવારના
સમયે શોક સર્કિટના કારણે ઘર આગ લાગી હતી અને પલકવારમાં આગે રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરી
લીધું. ફળિયામાં રમતી દીકરીઓની નજર પડી અને પિતાને બૂમ પાડી દિનેશભાઈ પણ તુરત દોડી
આવ્યા હતા.
દિનેશભાઈએ
હિંમત કરી દીકરાને બચાવવા આગમાં ઘૂસી ગયા. દરમિયાન બંને પિતા-પુત્ર ગંભીર રીતે દાઝી
ગયા હતા. સામે જ રહેતા જિલ્લા પંચાયતના સદસ્ય ધીરુભાઈ સોલંકી સહીત ના લોકો દોડી આવ્યા
હતા. ચારેય લોકોને ઉના લઇ જવાયા જ્યાંથી દિનેશભાઈ અને પુત્ર દક્ષને ભાવનગર લઇ જવાયા
છે. જ્યાં પિતા પુત્ર સારવાર હેઠળ છે અને સમજુબેન અને પુત્રી દર્શના ઉના દવાખાને સારવારમાં
છે. આ તરફ આજુબાજુમાં રહેતા લોકોએ પાણીનો મારો ચાલવી આગ કાબૂમાં લીધી હતી પણ ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી. નવાબંદર
મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.