• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

ભારતના ‘િચકન નેક’ પર હુમલાનું કાવતરું નિષ્ફળ

બાંગ્લાદેશી આતંકીઓના નિશાને સિલીગુડી કોરિડોર : બે ઝડપાયા

કોલકત્તા, તા.ર1 : ભારત પર મોટા હુમલાનું બાંગ્લાદેશી આતંકવાદીઓનું કાવતરું નિષ્ફળ બનાવાયું છે. પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદથી ઝડપાયેલા આતંકી અંસાર અલ ઈસ્લામે ખુલાસો કર્યો છે કે ભારતનું ‘િચકન નેક’ તેમના નિશાના પર હતું.

પોલીસ અધિકારીઓ અનુસાર, બાંગ્લાદેશી આતંકીઓની યોજના પૂર્વોત્તરના 7 રાજ્યને દેશના બાકીના ભાગથી જોડનાર એક માત્ર સિલીગુડી કોરિડોરને નિશાન બનાવવાની હતી. બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન અંસાર-અલ-ઈસ્લામના આ કાવતરામાં 8 આતંકવાદી સામેલ હતા. પશ્ચિમ બંગાળના સિલીગુડીને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડનાર કોરિડોરને ચિકન નેક તરીકે ઓળખવામાં આવે છે.

આતંકવાદીઓ અહીં શ્રેણીબદ્ધ હુમલા કરીને મોટાપાયે અસ્થિરતા ઉભી કરવાનો ઈરાદો રાખતાં હતા. બાંગ્લાદેશી સંદિગ્ધ આતંકીઓમાં પોલીસે મુર્શિદાબાદ જિલ્લામાંથી અબ્બાસ અલી અને મિનારુલ શેખને ઝડપી લીધા હતા. જેમની પાસેથી સંવેદનશીલ માહિતીની પેનડ્રાઇવ અને દસ્તાવેજ મળ્યા છે. એડીજી સુપ્રતિમ સરકારે જણાવ્યું કે બન્નેને આતંકી બંગાળ, કેરળ અને આસામમાં ઝડપાયેલા 8 સદસ્યના સમૂહમાં સામેલ હતા. તેમની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેઓ ચિકન નેકને નિશાન બનાવવા ઈચ્છતા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગારિયાધાર નજીક ડમ્પરે અડફેટે લેતા બે પિતરાઈ ભાઈના જીવ ગયા વાળ કપાવી ગારિયાધારથી નવાગામ જતા હતા ત્યારે થયો અકસ્માત December 22, Sun, 2024