• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

રાજકોટના બોગસ જીએસટી કૌભાંડમાં અમદાવાદનો પત્રકાર ચાર દિવસના રિમાન્ડ પર

રાજકોટ, તા.ર1 : ભગવતીપરા વિસ્તારમાં બોગસ પેઢી ઉભી કરી જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખૂલ્યા બાદ 1પ પેઢી પણ સામેલ હોવાનું ખૂલતાં ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો હતો અને 1ર શખસની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. આ પ્રકરણમાં સૂત્રધાર અમદાવાદનો પત્રકાર હોવાનું ખૂલતા પોલીસે રાજકોટના જીએસટી કૌભાંડમાં ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ભગવતીપરા વિસ્તારમાં આવેલી પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢી દ્વારા જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી અને આવી 1પ પેઢી હોવાનું ખૂલતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ મામલે જીએસટી વિભાગના સુપ્રી. જયપ્રકાશસિંઘ રામચંદ્રસિંઘની ફરિયાદ પરથી 1પ પેઢીના સંચાલકો વિરુદ્ધ રૂ.61 લાખની જીએસટી ચોરી કરી સરકારને નુકસાન પહોંચાડયાની ફરિયાદ નોંધાવવામાં આવતા ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો હતો.

આ બનાવમાં ક્રાઇમ બ્રાંચે 1ર શખસની ધરપકડ કરી હતી અને રિમાન્ડ પર મેળવી પૂછતાછ કરતાં અમદાવાદના જીએસટી કૌભાંડમાં જેલમાં ધકેલાયેલા પત્રકાર મહેશ લાંગા હોવાનું ખૂલ્યું હતું અને ક્રાઇમ બ્રાંચે અમદાવાદ જેલમાંથી પત્રકાર મહેશ લાંગાનો કબજો સંભાળી ધરપકડ કરી હતી અને ચાર દિવસના રિમાન્ડ પર લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યે હતો.

ઇ-પેપરના નવા શુલ્ક