27મીએ
દરિયાંકાઠાના વિસ્તારો દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, મોરબીમાં માવઠાની શક્યતા
: ર5મીથી ત્રણ દિવસ રાજ્યમાં અન્ય સ્થળે પણ માવઠું વરસી શકે
અમદાવાદ,
તા. 21: હવામાન વિભાગ દ્વારા ભર શિયાળે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે
જણાવ્યું હતું કે આગામી સપ્તાહના પાંચ દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે. જ્યારે સપ્તાહના
અંતમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળશે. જેમાં 27મીએ ઉત્તર ગુજરાત
ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગોમાં માવઠું થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો
દ્વારકા, પોરબંદર, ભાવનગર, જામનગર, મોરબીમાં વરસાદ જોવા મળી શકે છે.
હવામાન
નિષ્ણાતો દ્વારા પણ ડિસેમ્બર મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડવાની આગાહી
કરવામાં આવી છે. તેમજ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરવામાં આવી
છે.
તેમણે
જણાવ્યું હતું કે તા. 27થી 28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. તેમજ દેશનાં ઉત્તર-મધ્ય
ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. તેમજ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ
બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ 26 ડિસેમ્બરથી રાજ્યમાં
ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. તેમજ ઉત્તર, પૂર્વ ગુજરાતનાં અનેક ભાગોમાં તાપમાન 15થી
16 ડિગ્રી થઈ શકે છે.
અન્ય
એક નિષ્ણાતે જણાવ્યું હતુ કે રાજ્યમાં 22 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે. તા. 25 થી
27 ડિસેમ્બર દરમ્યાન અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવશે. તેમજ ઉત્તર ભારતનાં
પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયું છે. દક્ષિણ ભારતમાં ઈશાનનાં ચોમાસાને
કારણે વરસાદી માહોલ છવાયો છે. રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને
પગલે વરસાદ થશે.