• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

નવી ખોખરી ગામેથી રૂ.12.47 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરો ઝડપાયા દારૂનો જથ્થો મગાવનાર-લેવા આવેલા સૂત્રધારો સહિત સાત શખસ ફરાર

પાંચ કાર, દારૂ, ત્રણ મોબાઈલ, રોકડ સહિત રૂ.31.08 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ, તા.ર1 : કોટડા સાંગાણી તાબેના નવી ખોખરી ગામની સીમમાં જુદી જુદી કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે રુરલ એલસીબીના સ્ટાફે ત્રણ બુટલેગર, રૂ.1ર.47 લાખનો દારૂનો જથથો અને પાંચ કાર, રોકડ, મોબાઈલ સહિત રૂ.31.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સાત શખસ ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, નવી ખોખરી ગામની સીમમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે રાજકોટ રુરલ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોસઈ એચ.સી.ગોહીલ તથા સ્ટાફે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી અને પોલીસે માણેકવાડાના વિજયસિંહ ઉર્ફે રવિરાજસિંહ ચંદુભા જાડેજા, હાલમાં માણેકવાડાના અને મૂળ ભાવનગરના વલભીપુરના હરદીપસિંહ બહાદુરસિંહ ગોહીલ અને રાજસ્થાન પંથકના સત્યેન્દ્રસિંહ ગમેરસિંહ સેકતાવતને ઝડપી લીધા હતા.

પોલીસે રૂ.1ર.47 લાખની કિંમતની 1પ1ર બોટલ દારૂનો જથ્થો તેમજ પાંચ કાર, ત્રણ મોબાઈલ, રૂ.1પ.0પ0ની રોકડ મળી કુલ રૂ.31.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યે હતો. પોલીસની વધુ તપાસમાં ફરાર થઈ ગયેલા શખસોના નામ ખુલ્યા હતા. જેમાં હાલમાં ગોંડલમાં રહેતો અને મૂળ માણેકવાડાનો અને દારૂનો જથથો મગાવી હેરાફેરી કરતો અજયસિંહ ઉર્ફે ધનુભા ચંદુભા જાડેજા, દારૂનો જથ્થો લેવા આવેલો અને મજૂરો લાવનાર હરમડિયાનો જયપાલસિંહ દીગુભા જાડેજા, દારૂ સપ્લાય કરનાર મૂળ રાજસ્થાનનો અને હાલમાં અમદાવાદમાં રહેતો કરણસિંહ રાઠોડ તેમજ મજૂરોમાં માણેકવાડાનો નવઘણ વેરસી ભરવાડ, સુખા નાગજી ભરવાડ, કેશરીસિંહ દેવીસિંહ રાઠોડ અને ત્રણ અજાણ્યા શખસો ફરાર થઈ જતા ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક