• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

ચૂંટણીના ઈલેક્ટ્રોનિક રેકોર્ડ નહીં માગી શકે સામાન્ય લોકો

ચૂંટણી નિયમોમાં સરકારે કર્યો બદલાવ : ઈલેક્ટ્રોનિક રેકોર્ડના સંભવિત દુરુપયોગને રોકવા નિર્ણય

નવી દિલ્હી, તા. 21 : સરકારે સીસીટીવી કેમેરા અને વેબકાસ્ટિંગ ફૂટેજની સાથે સાથે ઉમેરવારોના વીડિયો રેકોર્ડિંગ જેવા અમુક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોના સાર્વજનિક નિરીક્ષણને રોકવા માટે ચૂંટણી નિયમમાં બદલાવ કર્યો છે. જેથી તેનો દુરુપયોગ રોકી શકાય. ચૂંટણી પંચની ભલામણના આધારે કેન્દ્રીય કાનૂન મંત્રાલયે શુક્રવારે ચૂંટણી  સંચાલન નિયમ, 1961ના નિયમ 93(2)(એ)માં સંશોધન કર્યું હતું. જેથી સાર્વજનિક નિરિક્ષણ માટે દસ્તાવેજોના પ્રકારને પ્રતિબંધિત કરી શકાય. તેવામાં હવેથી ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો જનતા માટે ઉપલબ્ધ રહેશે નહીં. નિયમ 93 હનુસાર ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજ સાર્વજનિક નિરીક્ષણ માટે ખુલ્લા રહેશે. સંશોધનમાંદસ્તાવેજો બાદ નિયમોમાં અમુક બાબત જોડવામાં આવી છે. કાનૂન મંત્રાલય અને ચુંટણી પંચના અધિકારીઓએ અલગ અલગ બતાવ્યું હતું કે, સંશોધન પાછળ એક અદાલતી મામલો હતો. ચૂંટણી પંચના સુત્રોના કહેવા પ્રમાણે ઉમેદવાર પાસેપહેલાથી જ તમામ દસ્તાવેજો અને કાગળો સુધીની પહોંચ છે. આ સંબંધે નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મતદાનની ગોપનિયતાના ઉલ્લંઘન અને મતદાન કેન્દ્રની અંદર સીસીટીવી ફૂટેજના એક વ્યક્તિ દ્વારા એઆઈના ઉપયોગ કરવાના સંભવિત દુરુપયોગને રોકવા માટે નિયમોમાં સંશોધન કરવામાં આવ્યું છે.

ચૂંટણી પંચના માનવા પ્રમાણે સીસીટીવી ફૂટેજ સાર્વજનિક થવાથી વિશેષ રૂપે જમ્મુ કાશ્મીર, નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ગંભીર પરિણામ આવી શકે છે. જયાં ગોપનિયતા મહત્ત્વપૂર્ણ છે. મતદાતાઓનો જીવ પણ જોખમમાં મુકાય શકે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગારિયાધાર નજીક ડમ્પરે અડફેટે લેતા બે પિતરાઈ ભાઈના જીવ ગયા વાળ કપાવી ગારિયાધારથી નવાગામ જતા હતા ત્યારે થયો અકસ્માત December 22, Sun, 2024