• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

વીમા પ્રિમિયમમાં રાહત નહીં, જૂની કારો મોંધી

જેસલમેરમાં મળી જીએસટી કાઉન્સિલની બેઠક : હેલ્થ-ટર્મ ઇન્સ્યોરન્સમાં ટેક્સ નહીં ઘટે, જૂની કારોમાં માર્જિન પર 18 ટકા

ફૂડ ડિલિવરી પર ટેક્સનો નિર્ણય ટળ્યો, પોપકોર્ન પર 5 ટકા-ખાંડ ભેળવી તો 18 ટકા ! પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા રાજ્યોનો વિરોધ

જેસલમેર, તા.ર1 : દેશભરના સામાન્ય જન-વીમા ધારકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં જીએસટીમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. રાજસ્થાનના જેસલમેર ખાતે જીએસટી કાઉન્સિલની પપમી બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યોના વિરોધને કારણે વીમામાં ટેક્સ રાહતનો પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો. બેઠકમાં 4પ ચીજોના જીએસટીમાં ઘટાડો કરવા નિર્ણય લેવાયો જ્યારે 148 ચીજોમાં જીએસટીમાં કોઈ બદલાવ કરાયો ન હતો.

બેઠક પૂરી થયા બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વીમા પ્રિમિયમ પર જીએસટી દરો ઘટાડવા અંગે મંત્રી સમૂહ હજુ વધુ અભ્યાસ કરશે. તેના પર જીએસટી દર ઓછો કરવા નહીં, કેટલો સ્લેબ રહેશે તેના પર રેગ્યુલેટરી ઓથોરિટીના રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે.  ફૂડ ડિલીવર કરવા પર ટેકસનો કોઈ નિર્ણય લેવાયો નથી. જૂની કારોની માર્જિન વેલ્યૂ પર જીએસટી જે 1ર ટકા હતો તે વધારીને 18 ટકા કરવા મંજૂરી આપવામાં આવી છે. પોપકોર્ન જ્યાં સુધી નમકીન છે ત્યાં સુધી પ ટકા ટેકસ રહેશે, ખાંડ ભેળવાશે તો 18 ટકા ટેક્સ રહેશે. એર ટર્બાઇન ફયૂલ પર જીએસટીનો રાજ્યોએ વિરોધ કરતા નિર્ણય લેવાયો નથી. નાની કંપનીઓનું રજિસ્ટ્રેશન સરળ બનાવાશે. પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રાજ્યોએ વિરોધ કર્યો છે. નાના બિઝનેસમેન જો પરિસરનો ભાગ ભાડે લે છે અને તે કમ્પોઝિશનમાં નોંધાયેલા નથી તો જીએસટી લાગુ નહીં થાય. પ0 ટકા ફલાઈ એશવાળા એસીસી બ્લોક્સ પર 1ર ટકા જીએસટી લાગશે. જો ખેડૂતો મરી, કીસમીસની સપ્લાય કરશે તો  જીએસટી નહીં લાગે. જીન થેરાપીને જીએસટીમાં છૂટ અપાઈ છે. નિકાસને લગતાં ઉત્પાદનોમાં તથા મફત વિતરણ કરાતાં ખાદ્ય ઉત્પાદનોમાં ટેક્સમાં રાહત અપાઈ છે. ફોર્ટિફાઈડ ચોખાના કર્નેલ્સ પર જીએસટી ઘટાડીને પ ટકા કરાયો છે. ર000 રૂપિયાથી ઓછાના પેમેન્ટમાં પેમેન્ટ એગ્રીગેટરને જીએસટીમાં રાહત મળશે. જો કે તે પેમેન્ટ ગેટવેઝ અને ફિનટેક સર્વિસીઝને નહીં મળે.

હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સમાં આશાઓ પર પાણીઢોળ કરતાં કોઈ રાહત આપવામાં આવી નથી. જીવન વીમો અને સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ઘટાડવા પ્રસ્તાવ હતો અને રાહત મળે તેવી પૂરી સંભાવના હતી પરંતુ આપવામાં આવી નથી. આ પ્રસ્તાવને હવે આગામી બેઠક પર ટાળી દેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટર્મ ઇન્સ્યોરન્સ, જીવન વીમો, સ્વાસ્થ્ય વીમા પર ટેક્સ ઘટાડવાનો રાજ્યોએ વિરોધ કર્યો છે જેને પગલે સરકારે કોઈ રાહત આપી નથી. કાઉન્સિલના મંત્રીઓએ આ પ્રસ્તાવ અંગે વધુ અભ્યાસ કરવા સૂચવ્યું છે.

શનિવારે સવારે 11 વાગ્યે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની પપ મી બેઠક જેસલમેર ખાતે મળી હતી. બિહારના નાણા મંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે વીમા પર જીએસટી ઘટાડવાનો પ્રસ્તાવ આગળની બેઠક પર ટાળી દેવાયો છે. આજે બે તબક્કામાં બેઠક યોજાઈ છે. પહેલા તબક્કાની બેઠક સવારે 11થી બપોરે ર વાગ્યા સુધી અને બીજા તબક્કાની સાંજે 4:30થી યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્યો સરકારના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. મંત્રી સમૂહની ભલામણોને આધારે બેઠકમાં કેટલીક ચીજોના જીએસટી દરમાં રાહત આપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી. સામે લક્ઝરી ચીજોમાં ટેક્સ વધારવા સૂચવવામાં આવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગારિયાધાર નજીક ડમ્પરે અડફેટે લેતા બે પિતરાઈ ભાઈના જીવ ગયા વાળ કપાવી ગારિયાધારથી નવાગામ જતા હતા ત્યારે થયો અકસ્માત December 22, Sun, 2024