રોશની
નાદર બન્યા દુનિયાના પાંચમા સૌથી અમીર મહિલા : ગૌતમ અદાણીની સંપત્તિમાં વર્ષમાં 13
ટકાની વૃદ્ધિ
નવી
દિલ્હી, તા. 27 : બિઝનેસની દુનિયામાં મોટી ફેરબદલ જોવા મળી છે. દેશની સૌથી મુલ્યવાન
કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે દુનિયાના ટોપ-10 અમીર લોકોમાં
સામેલ નથી. તેમની નેટવર્થમાં ગયા વર્ષના મુકાબલે એક લાખ કરોડ રૂપિયાની કમી આવી છે.
હકીકતમાં મુકેશ અંબાણી ઉપર કરજ વધી ગયું હોવાથી ફેરબદલ આવી છે. બીજી તરફ ગૌતમ અદાણી
અને પરિવારની સંપત્તિમાં એક વર્ષમાં 13 ટકાની તેજી આવી છે. એટલે કે સંપત્તિ 1 લાખ કરોડ
રૂપિયા વધી છે. આ જાણકારી હુરુન ગ્લોબલ રીચ લિસટ 2025મા આપી છે. ટેસ્લાના સીઈઓ એલન
મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની સંપત્તિમાં 82 ટકાનો વધારો થયો
છે. મસ્ક પાસે કુલ 420 બિલિયન ડોલરની સંપત્તિ છે. આ દરમિયાન આઈટી કંપની એચસીએલના રોશની
નાદર દુનિયાના પાંચમાં સૌથી અમીર મહિલા બન્યા છે. તેમની પાસે 3.5 લાખ કરોડ રૂપિયાની
સંપત્તિ છે. રોશન નાદર પહેલા ભારતીય મહિલા છે જે દુનિયાના ટોપ-10 અમીર મહિલાઓમાં સામેલ
થયા છે. મુકેશ અંબાણી હજી પણ ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.