• શનિવાર, 26 એપ્રિલ, 2025

રેલવેની કમાણી વધી, ખર્ચમાં આવી કમી

ઓપરેટિંગ રેશિયોની સ્થિતિમાં સુધારો : સામાનના પરિવહનમાં બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હી, તા. 13 : ભારતીય રેલવેએ પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો છે. રેલવેએ નાણાકીય વર્ષ 2024-25મા ઓપરેટિંગ રેશિયો (ઓઆર)માં સુધારો કર્યો છે. ઓઆર એક મહત્વપુર્ણ માપદંડ છે. જેનાથી ખ્યાલ આવે છે કે રેલવેનું આર્થિક પ્રદર્શન કેવું છે. રેલવેનો ઓપરેટિંગ રેશિયો 98.32 ટકાનો રહ્યો છે. જે 2023-24મા 98.43 ટકા હતો. એટલે કે 31 માર્ચ 2025ના પુરા થયેલા વર્ષમાં રેલવે બોર્ડે 100 રૂપિયાની કમાણી માટે 98.32 રૂપિયા ખર્ચ કર્યા છે.  ભારતીય રેલવેનો કુલ ખર્ચ નાણાકીય વર્ષ 2024-25મા 2.63 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો. જે 2023-24મા 2.52 લાખ કરોડ રૂપિયા હતો. કુલ કમાણી 2024-25મામ 2.35 લાખ કરોડ રૂપિયા રહી હતી. જ્યારે ગયા વર્ષે 2.56 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. રેલવેની ભાડા વિનાની કમાણી પણ 11,000 કરોડ રૂપિયાથી ઉપર પહોંચી છે. આ કમાણી જાહેરાત, પાર્સલ સેવા વગેરેથી થાય છે.

આ ઉપરાંત અન્ય રાજસ્વમાં પણ સુધારો થયો છે. રેલવેએ સતત ચોથા વર્ષે રેકોર્ડ તોડયા છે. રેલવેએ માલ પરિવહનનો રેકોર્ડ તોડયો છે અને 1.61 અબજ ટનથી ઉપર પહોંચ્યું છે. હવે ચીન એકમાત્ર એવો દેશ છે જે ભારત કરતા આગળ છે.

ઇ-પેપરના નવા શુલ્ક