• બુધવાર, 21 મે, 2025

યુદ્ધની સ્થિતિ વચ્ચે મુનીરને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો છુટ્ટોદોર સામાન્ય નાગરિક સામે પણ મિલિટ્રી અદાલતમાં કેસ ચલાવવાની મંજૂરી

ઈસ્લામાબાદ, તા. 9 : ભારત સાથે યુદ્ધની સ્થિતિ વચ્ચે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પોતાની સેના અને કુખ્યાત આર્મી ચીફ જનરલ આસિમ મુનીરને છુટ્ટોદોર આપી દીધો છે. પાકિસ્તાની સુપ્રીમે પોતાના નાગરિકો માટે એક ચિંતાજનક ચુકાદો આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિકો ઉપર પણ આર્મી અદાલતમાં કેસ ચાલી શકે છે. જેની સજા મૃત્યુદંડ સુધીની હોય છે.

આ રીતે આસિમ મુનીરના હાથમાં એવી શક્તિ આવી ગઈ છે કે દેશ અને સેના માટે જોખમ બનાવીને કોઈપણ નાગરિક સામે મિલિટ્રી કોર્ટમાં કેસ ચલાવી શકાશે. આવી સ્થિતિ પાકિસ્તાની નાગરિક અને વિપક્ષી પાર્ટીઓ માટે ખુબ જ ચિંતાજનક બની શકે છે. પાકિસ્તાની અદાલતે સાતમી મેના રોજ આ ચુકાદો આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025