પ્લાન્ટની વીજળી સ્થાનિક કંપનીઓને વેચી શકાશે
નવી
દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકારે અદાણી પાવર લિમિટેડ (એપીએલ)ને ઝારખંડના ગોડ્ડા અલ્ટ્રા
સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટને ભારતીય વીજ ગ્રીડ સાથે જોડવા માટે ઓવરહેડ ટ્રાન્સમિશન
લાઈન પાથરવા મંજૂરી આપી છે. આ કનેક્શન કહલગાંવ-એ-મૈથન બી-400 કિલોવોલ્ટ લાઈનથી લાઈન
ઈન, લાઈન આઉટ વ્યવસ્થાથી કરવામાં આવશે. વર્તમાનમાં ગોડ્ડા સંયંત્રથી ઉત્પન્ન વિજળી
માત્ર બંગલાદેશને આપવામાં આવે છે. જો કે આ નિર્ણય બાદ પ્લાન્ટને ઘરેલુ વીજળી વિતરણ
કંપનીઓને વેચાણની મંજૂરી મળી શકશે. કેન્દ્ર સરકારે અદાણી પાવરને ભારતીય ટેલીગ્રાફ અધિનિયમ,
1885 હેઠળ દૂરસંચાર પ્રાધિકરણને પ્રાપ્ત શક્તિઓના સમાન અધિકાર આપ્યા છે. જેના હેઠળ
કંપની હવે કોઈપણ અચલ સંપત્તિની ઉપર, નીચે કે કિનારે થઈને ટ્રાન્સમિશન લાઈનો પાથરી શકશે.
આ આદેશ 29 સપ્ટેમ્બર 2025ના વિદ્યુત મંત્રાલય દ્વારા વિદ્યુત અધિનિયમ, 2003ની ધારા
164 હેઠળ જારી કરવામાં આવ્યો છે. પ્રસ્તાવિત લાઈન ગોડ્ડા અને પોરેયાહાટના 56 ગામમાંથી
પસાર થશે.