• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

ઓસ્ટ્રેલિયાને ફટકો : ઓલરાઉન્ડર ગ્રીન વન ડે શ્રેણીની બહાર

માર્નસ લાબુશેનનો ઓસ્ટ્રેલિયા ટીમમાં સમાવેશ કરાયો

પર્થ, તા.17: ભારત સામે રવિવારથી શરૂ થતી ત્રણ મેચની વન ડે શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડયો છે. ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન ઇજાને લીધે શ્રેણીની બહાર થઇ ગયો છે. આથી એશિઝ સિરીઝની તેની તૈયારી પર પણ પ્રભાવ પડી શકે છે.

ગ્રીનની જગ્યાએ ઓસ્ટ્રેલિયા ટીમમાં મીડલઓર્ડર બેટ્સમેન માર્નસ લાબુશેનનો સમાવેશ કરાયો છે. તે શનિવારે ટીમ સાથે જોડાશે. જેથી રવિવારે રમાનાર પહેલા વન ડેમાં પસંદગી માટે ઉપલબ્ધ રહે. ઓસ્ટ્રેલિયાનો નિયમિત વન ડે કેપ્ટન પેટ કમિન્સ પહેલેથી જ શ્રેણી બહાર છે. આ ઉપરાંત જોશ ઇંગ્લીશ બે વન ડેની બહાર રહેવાનો છે. જયારે સ્પિનર એડમ ઝમ્પા પહેલો વન ડે ગુમાવશે. વિકેટકીપર એલેકસ કેરી પણ ભારત સામેની વન ડે શ્રેણી રમવાનો નથી. તે એશિઝ સિરીઝની તૈયારી માટે પ્રથમ કક્ષાના ક્રિકેટ મેચોને પ્રાથમિકતા આપી રહ્યો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક